Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂનમે શેવિંગ કરાવ્યું ને પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ:ઇન્સ્ટા. પર પ્રેમમાં પડ્યા ને માંગમાં સિંદૂર ભર્યું, રાજકોટમાં રોજના ઝઘડાઓથી કંટાળીને પથ્થરથી મોં છુંદીને હત્યા કરી

    11 hours ago

    રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર યુવતીના વેશમાં રહેલ યુવકના ફોટો જોઈ મિત્રતા કેળવી બાદમાં લગ્ન કરવા ઈચ્છા વ્યક્ત કરી અને બન્યું એવું કે વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી પરપ્રાંતી યુવાન સાથે સંબંધ બાંધી લગ્નના વચનો આપ્યા, પરંતુ ચંદન કુમાર યુવતી નહિ પરંતુ પુરુષ હોવાનું સામે આવતાં ત્રણ વર્ષથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો હતો. હાલ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટનો યુવક પિયુષને ફેસબુક પરથી 'નિશા કુમાર' અને ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' નામની આઈડી મારફતે મૃતક ચંદનકુમાર સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયો અને પીયુષે ચંદનની માંગમાં સિંદૂર ભરી લગ્ન જેવો સંબંધ પણ સ્વીકારી લીધો હતો. ત્યારબાદ અચાનક એક દિવસે પૂનમે(ચંદનકુમાર) શેવિંગ કરતાં જોઈને પિયુષ ચોંકી ઉઠ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે રોજના ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. આ રોજબરોજના કંકાસથી કંટાળીને આખરે પતિ પિયુષે 27 જૂને ક્રૂરતાની સીમાઓ વટાવી ચંદનકુમારનું પથ્થરથી મોં છુંદીને હત્યા કરી નાખી હતી. રેલવેની દીવાલ નજીક સ્ત્રીના વસ્ત્રોમાં અને કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી 27 જૂન 2026ના રોજ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવેની દીવાલ નજીક સ્ત્રીના વસ્ત્રોમાં અને કોહવાયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઇજાઓના કારણે હત્યા થયાનું સામે આવતાં પોલીસે તપાસનો દોર બદલી CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પીયુષકુમાર ખરવારને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેસબુક પર 'નિશા કુમાર' અને ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હૈદરાબાદમાં રહેતા સમયે પીયુષનો ફેસબુક પર 'નિશા કુમાર' અને ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' નામની આઈડી મારફતે મૃતક પુરુષ ચંદનકુમાર સાથે પરિચય થયો હતો. ચંદને પોતાને યુવતી તરીકે રજૂ કરી વિશ્વાસ જીત્યો હતો અને બંને સાથે રહેવા લાગ્યા હતા. ધાર્મિક માનતાનું કારણ આપી તેણે શારીરિક સંબંધોથી દૂર રહેવાની વાત કરી હતી. શેવિંગ કરે છેની જાણ થઈ ને ખુલાસો થયો દરમિયાન પીયુષે ચંદનની માંગમાં સિંદૂર ભરી લગ્ન જેવો સંબંધ પણ સ્વીકારી લીધો હતો. પરંતુ બાદમાં ચંદન શેવિંગ કરતો હતો ત્યારે પીયુષને જાણ થઈ કે, ચંદન મહિલા નહીં પરંતુ પુરુષ છે. ત્યારબાદ બંને વચ્ચે સતત વિવાદ શરૂ થયો હતો. પીયુષ જ્યાં રોજગારી માટે જતો ત્યાં ચંદન પણ પાછળ પહોંચતો હતો. હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અંતે રાજકોટ જિલ્લાના પડવલા સુધી બંને વચ્ચેનો વિવાદ ચાલુ રહ્યો હતો. 27 જૂને પથ્થરો મારીને પુરુષને પતાવી દીધો આ પછી ગત 27 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને આરોપી પીયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક અવાવરુ સ્થળે લઈ ગયો હતો જ્યાં મોટા પથ્થરો વડે માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશ પર પથ્થરો ઢાંકી પુરાવા છુપાવવાનો પ્રયાસ કરી આરોપી ફરી કારખાનામાં કામે પહોંચી ગયો હતો, જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ સહિતના ટેક્નિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપી સામે BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ત્રી જેવું બોડી દેખાય તેના માટે પુરુષ આ કરતો પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, મૃતક ચંદન કુમાર સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરતો જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતો જે પ્રોફાઈલમાં પણ તેના તમામ ફોટોગ્રાફ્સ સ્ત્રીના વેશમાં જ અપલોડ કરેલા છે. આ ચંદન કુમાર સ્ત્રી જેવો શ્રુંગાર કરતો, મહિલાઓની જેમ લાંબા વાળ રાખી ચોટલો વાળતો અને પોતે એકના બદલે બેથી ત્રણ જીન્સના પેન્ટ પહેરતો કારણ કે તેના કારણે સ્ત્રી જેવું બોડી દેખાય અને તેમના પર કોઈ શક ન કરે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતા પહેલાં તેમની ઓળખ અને વિશ્વસનીયતાની ખાતરી કરવી કેટલી જરૂરી છે, તેનો આ કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખપદે અશોકભાઈ વ્યાસની પુન:વરણી:અતુલભાઈ નાયક મંત્રી, અશ્વિનભાઈ નાયક ટ્રેઝરર તરીકે ચૂંટાયા
    Next Article
    સિવિલમાં નમો સ્વચ્છતા અભિયાન:હોસ્પિટલમાં ત્રણેય શિફ્ટમાં નિયમિત સફાઈ સાથે હવે સઘન ઝુંબેશ હાથ ધરાશે, સુપ્રિટેન્ડેન્ટે હોસ્પિટેટના કર્મચારીઓનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment