Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લાભ મળશે:વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં સ્ટાફ નર્સોને નર્સિંગ યુનિફોર્મ અને ભથ્થાનો લાભ મળે તે માટે દરખાસ્ત, કર્મચારીઓને સમાન લાભ મળશે

    12 hours ago

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના આરોગ્ય વિભાગ હેઠળ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં રાત-દિવસ સેવા આપતા સ્ટાફ નર્સ (ક્લાસ-3) માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (GUHP) અંતર્ગત સીધી ભરતીથી નિયુક્ત થયેલા આ નર્સિંગ સ્ટાફને રાજ્ય સરકારના ધોરણે નર્સિંગ યુનિફોર્મ તેમજ વોશિંગ એલાઉન્સ (ધોલાઈ ભથ્થું) નો લાભ આપવા માટે તંત્ર દ્વારા એક સત્તાવાર દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી, સામાન્ય સભાની મંજૂરી મેળવવાની મનપા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. સમાન કામ, સમાન લાયકાત છતાં ભથ્થાથી વંચિત હતા કર્મચારીઓ GUHP હેઠળ સીધી ભરતીથી લાગેલા આ સ્ટાફ નર્સો વડોદરાના વિવિધ શહેરી આરોગ્ય કેન્દ્રોમાં પાયાની આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ કર્મચારીઓ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અન્ય નર્સિંગ સ્ટાફ જેટલી જ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને એટલી જ કપરી કામગીરી કરે છે. તેમ છતાં, અત્યાર સુધી વડોદરા મનપાના આ કર્મચારીઓને નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ કે વોશિંગ એલાઉન્સ જેવા મૂળભૂત લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા, જેને પગલે લાંબા સમયથી આ અંગે રજૂઆતો થઈ રહી હતી. જાણો કોને અને કેટલો લાભ મળશે? રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રવર્તમાન ઠરાવ અને નિયમો અનુસાર, આ દરખાસ્ત મંજૂર થતાં જ નર્સિંગ સ્ટાફને નીચે મુજબના આર્થિક લાભો મળશે: અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકામાં આ ભથ્થાઓનો અમલ અગાઉથી જ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે વડોદરા મનપા પણ આ દિશામાં આગળ વધી રહી છે. કોર્પોરેશન પર નહીં પડે કોઈ આર્થિક બોજ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સ્ટાફ નર્સોના મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે આ આર્થિક લાભ આપવા ખૂબ જરૂરી છે. સૌથી રાહતની વાત એ છે કે, આ ભથ્થાઓ પાછળ થનારો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ (અનુદાન) માંથી જ સરભર કરવામાં આવશે. જેને કારણે વડોદરા મહાનગરપાલિકાની તિજોરી પર એક પણ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ નહીં પડે. આ દરખાસ્ત આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મંજૂર થતાં જ વડોદરાના સેંકડો નર્સિંગ કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો જોવા મળશે, જેનાથી નર્સિંગ આલમમાં ખુશીનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    ED-CBIના નામે 3.18 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો:અમદાવાદની આંગડિયા પેઢીના જપ્ત 11 કરોડ પરત અપાવવાની લાલચ આપી, આરોપી સામે અગાઉ 120 કરોડની છેતરપિંડીની ફરિયાદ
    Next Article
    દાહોદમાં નીતિ આયોગની ટૂલકિટ ટ્રેનિંગ વર્કશોપ:વિકસિત ભારત માટે જિલ્લા-બ્લોક સ્તરે ડેટા આધારિત વહીવટ માટે નીતિ તારા ટૂલકિટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment