Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ED-CBIના નામે 3.18 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો:અમદાવાદની આંગડિયા પેઢીના જપ્ત 11 કરોડ પરત અપાવવાની લાલચ આપી, આરોપી સામે અગાઉ 120 કરોડની છેતરપિંડીની ફરિયાદ

    11 hours ago

    અમદાવાદની આંગડિયા પેઢીના ED એ જપ્ત કરેલા 11 કરોડની રકમ છોડાવવા એક ઠગે પેઢીના માલિક પાસેથી 3.18 કરોડ પડાવ્યા હતા. ગઠિયાએ પોતાનું CBI અને EDમાં સેટિંગ હોવાનું જણાવી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા હતા. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ અગાઉ પણ 120 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ ચૂકી છે જેમાં તે હાલ જામીન પર બહાર છે. 11 કરોડ પરત અપાવવાનું કહી 3.18 કરોડ પડાવ્યા શહેરના નવરંગપુરામાં આવેલી વિષ્ણ કાંતિ નામની આંગડિયા પેઢીના થોડા સમય અગાઉ 11 કરોડ EDએ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરેલી રકમ 40 ટકા ખર્ચ કાપીને લાવી આપવાની વિજય ઉર્ફે મુખી પટેલે વાત કરી હતી જે માટે રકમ બીજાની હોવાનો પણ કરાર કર્યો હતો. આરોપીએ આંગડિયા પેઢીના માલિક પાસેથી ટુકડે ટુકડે 3.18 કરોડ ટોકન પેટે મેળવ્યા હતા જે બાદ EDએ જપ્ત કરેલી રકમ પરત ન લઈ આપતા ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી ED અને CBIમાં ઓળખ હોવાનું લોકોને જણાવતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી લોકોને ED અને CBIમાં ઓળખ હોવાનું જણાવતો હતો. જે બાદ લોકોને વિશ્વાસમાં લઈને પૈસા પડાવતો હતો. આરોપીના કડી અને ચાંદલોડિયામાં બે મોટા મકાન છે અને મોંઘીદાટ EV કાર પણ વાપરે છે. આરોપી વિરુદ્ધ કડી, સાંથલ, લખનઉ સહિત અલગ અલગ જગ્યાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અગાઉ 120 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી 2 મહિના જેલમાં રહીને આવ્યો છે. આરોપી સાથે અન્ય ચાર લોકો પણ સંડોવાયેલા આરોપી અગાઉ 8 વર્ષ લંડનમાં રહેતો હતો જે બાદ 2021માં વનુઆત દેશમાં ગયો હતો. જ્યાંની સિટીઝનશિપ પણ મેળવી હતી. વર્ષ 2022માં ભારતમાં OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) તરીકે રહેતો હતો. આરોપી સાથે અન્ય ચાર આરોપીઓ પણ સંડોવાયેલા હતા જેની તપાસ ચાલી રહી છે. આરોપીએ અન્ય કોઈને છેતર્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દેવગઢ બારિયામાં 'નમો સ્વચ્છતા અભિયાન' શરૂ:આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ બનાવવા સાત દિવસીય સફાઈ અભિયાન
    Next Article
    રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લાભ મળશે:વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં સ્ટાફ નર્સોને નર્સિંગ યુનિફોર્મ અને ભથ્થાનો લાભ મળે તે માટે દરખાસ્ત, કર્મચારીઓને સમાન લાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment