Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ બારિયામાં 'નમો સ્વચ્છતા અભિયાન' શરૂ:આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ બનાવવા સાત દિવસીય સફાઈ અભિયાન

    10 hours ago

    દેવગઢ બારિયા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ થયો છે. રાજ્યની આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે 1 જુલાઈ, 2026 થી આ સાત દિવસીય વિશેષ સફાઈ અભિયાન અમલી બન્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા આ અભિયાનનો પ્રારંભ દેવગઢ બારિયામાં પણ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા, દેવગઢ બારિયા રાજવી પરિવારના ઉર્વશીદેવી અને તુષારસિંહ બાબાસાહેબ, રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ તથા પ્રાંત અધિકારી ભગોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત, હોસ્પિટલ અધીક્ષક ડૉ. મેમણ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ બારીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સંસ્થાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો. મુખ્યમંત્રીએ 1 થી 7 જુલાઈ, 2026 સુધી યોજાનારા આ વિશેષ સ્વચ્છતા મહાઅભિયાન અંતર્ગત હોસ્પિટલના વોર્ડ, ઓપીડી, લેબોરેટરી અને સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા જાળવવા તેમજ કચરાના વૈજ્ઞાનિક નિકાલ પર ભાર મૂક્યો છે. આ અભિયાનનો હેતુ માત્ર હોસ્પિટલોને સ્વચ્છ બનાવવાનો જ નથી, પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ફેલાવવાનો પણ છે. આ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સબ સેન્ટરો અને સરકારી હોસ્પિટલોમાં સાત દિવસ સુધી વિવિધ સફાઈ કામગીરી અને શ્રમદાનનું આયોજન કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમને માત્ર સરકારી કામગીરી નહીં પરંતુ એક જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે તમામ આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. દેવગઢ બારિયાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને આગામી સાત દિવસ દરમિયાન સ્વચ્છતાનું વાતાવરણ નિર્મિત કરવાનો નિર્ધાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં વિજય સરકારને પાડવાનું ષડયંત્ર:TVKનો દાવો- 15 ધારાસભ્યોના એકસાથે રાજીનામા કરાવવા લાંચની ઓફર થઈ
    Next Article
    ED-CBIના નામે 3.18 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો:અમદાવાદની આંગડિયા પેઢીના જપ્ત 11 કરોડ પરત અપાવવાની લાલચ આપી, આરોપી સામે અગાઉ 120 કરોડની છેતરપિંડીની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment