Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં નીતિ આયોગની ટૂલકિટ ટ્રેનિંગ વર્કશોપ:વિકસિત ભારત માટે જિલ્લા-બ્લોક સ્તરે ડેટા આધારિત વહીવટ માટે નીતિ તારા ટૂલકિટ

    13 hours ago

    દાહોદમાં નીતિ આયોગ, દિલ્હીની ટીમ દ્વારા નીતિ તારા ટૂલકિટ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. કલેક્ટર સુરભી ગૌતમની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વહીવટને વધુ પારદર્શક, સક્ષમ અને ડેટા-આધારિત બનાવવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા આયોજન અધિકારી એ.બી. ગોહિલ, સંશોધન અધિકારી મનોજ નાયક અને એબીપી ફેલો નિર્મલ રાઠોડ સહિતના સંબંધિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીથી આવેલા નીતિ આયોગના માસ્ટર ટ્રેનર્સે નીતિ તારા વિશે વિગતવાર પ્રાથમિક જાણકારી આપી હતી. પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટ્રીના માધ્યમથી સમજાવવામાં આવ્યું કે, કેવી રીતે આ આધુનિક ટૂલકિટના સહયોગથી એસ્પિરેશનલ ઈન્ડિકેટર્સના ડેટા મેળવી શકાય છે અને તેનો ઉપયોગ નીતિ ઘડતરમાં કેવી રીતે કરી શકાય છે. ઉપસ્થિત અધિકારીઓને ડેટા એનાલિસિસ અને રિવ્યુ કરવા માટેની ટેકનિકલ પ્રક્રિયાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. નીતિ તારા એટલે કે 'Toolkit for Analysis, Review Action' એ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવા માટેનું એક મહત્વનું સોપાન છે. ભારત સરકારના સ્ટેટ સપોર્ટ મિશન અંતર્ગત શરૂ કરાયેલું આ પ્લેટફોર્મ 'Where Insights meet Action - Anytime, Anywhere' ના સૂત્રને સાર્થક કરે છે. આ એક પોર્ટેબલ અને ઇન્ટરનેટ-સંચાલિત ઓલ-ઈન-વન ગવર્નન્સ સોલ્યુશન છે. તે ડેટા, પ્લાનિંગ ટૂલ્સ અને સહયોગી સમીક્ષા કરવાની ક્ષમતાઓને અત્યંત સરળતાથી જિલ્લા અને બ્લોક સ્તરના અધિકારીઓ સુધી પહોંચાડે છે, જેથી ગ્રામીણ અને તાલુકા સ્તરે વહીવટી નિર્ણયો ઝડપી અને સચોટ બની શકે. આ મહત્વપૂર્ણ વર્કશોપમાં નીતિ આયોગની ટીમ તરફથી અન્ડર સેક્રેટરી વિક્રમ સિંહ નેગી, પબ્લિક પોલિસી સ્પેશિયાલિસ્ટ હેમાંગ ચુડાસમા, એડીપી ટીમના વાયપી રોન્ઝા શેરીફ, એનએફએસ પીએમયુ કન્સલ્ટન્ટ સિદ્ધાર્થ વર્મા, એએસઓ અરવિંદ કુમાર ઉપરાંત ટેકનિકલ એન્જિનિયરો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ તાલીમ બાદ જિલ્લાના વહીવટીતંત્રમાં કાર્યક્ષમતામાં વધારો થશે અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં ડેટાના ઉપયોગ દ્વારા વધુ સારી કામગીરી જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને નિરીક્ષણ જિલ્લા કક્ષાએથી અસરકારક રીતે કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં વિકાસના કામોને વધુ વેગ આપશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લાભ મળશે:વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં સ્ટાફ નર્સોને નર્સિંગ યુનિફોર્મ અને ભથ્થાનો લાભ મળે તે માટે દરખાસ્ત, કર્મચારીઓને સમાન લાભ મળશે
    Next Article
    ડાંગમાં 24 કલાકમાં સરેરાશ 22 મીમી વરસાદ:ખેડૂતોમાં ખુશી, સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment