Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક ભરતીની તૈયારી તેજ:રાજ્યના તમામ જિલ્લાઓને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા શિક્ષણ વિભાગનો આદેશ

    15 घंटे पहले

    રાજ્યમાં આગામી સમયમાં શિક્ષક ભરતી પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે હાથ ધરી શકાય તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ નગર શિક્ષણ સમિતિઓના શાસનાધિકારીઓને વિદ્યાસહાયક અને શિક્ષક સંવર્ગ (વર્ગ-3થી ભરતી) માટેના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરીને અપડેટ રાખવા સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લામાં વર્તમાન સ્થિતિ મુજબ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા સૂચના કચેરી દ્વારા પત્રમાં જણાવાયું છે કે, અગાઉ શિક્ષણ વિભાગના સંદર્ભ પત્રોના આધારે ધોરણ 1થી 5 માટે ગુજરાતી માધ્યમની 11,000 તેમજ અન્ય માધ્યમોની 987 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી બાદ જિલ્લાવાર થયેલી ફાળવણી, બદલી અને અન્ય વહીવટી ફેરફારોને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લાના રોસ્ટર રજિસ્ટરને વર્તમાન સ્થિતિ મુજબ સુધારીને તૈયાર રાખવાનું રહેશે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ભવિષ્યમાં જ્યારે પણ શિક્ષક ભરતી માટે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે જિલ્લાઓએ અગાઉથી તમામ વિગતો તૈયાર રાખેલી હોવી જરૂરી છે. સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવેલી સૂચનાઓ અને અનામત સંબંધિત જોગવાઈઓનું પાલન કરીને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવાનું રહેશે. રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી માટેની તારીખ અને કાર્યક્રમ અંગેની અલગથી જાણ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને આગામી શિક્ષક ભરતીની પૂર્વ તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે, જેથી ભરતી પ્રક્રિયા દરમિયાન વિલંબ ન થાય અને જિલ્લાવાર ખાલી જગ્યાઓનું ચોક્કસ આયોજન થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ જગદીશ જોશીએ ચાર્જ સંભાળ્યો:વિજય મુહૂર્તમાં પૂજા કરી કામગીરી શરૂ કરી, કહ્યું-વર્લ્ડ રેન્કિંગ લાવવા અને ઑનલાઇન મોડ વધારવા પ્રયાસ કરીશું
    Next Article
    પાર્થરાજસિંહ ડોડીયા ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ બન્યા:વઢવાણના યુવાન 550 મતથી વિજેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment