Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્થરાજસિંહ ડોડીયા ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ બન્યા:વઢવાણના યુવાન 550 મતથી વિજેતા

    15 hours ago

    ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના પાર્થરાજસિંહ ડોડીયા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 30 જૂને યોજાયેલી આ ચૂંટણીમાં પાર્થરાજસિંહ ડોડીયાએ 550 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 1500 સભ્યોમાંથી 1038 સભ્યોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલી આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં પાર્થરાજસિંહ વિક્રમસિંહ ડોડીયાએ સ્પર્ધકોને હરાવી પ્રમુખ પદ હાંસલ કર્યું. પાર્થરાજસિંહ ડોડીયાનો પરિવાર લાંબા સમયથી સમાજસેવા, શિક્ષણ અને સંગઠન ક્ષેત્રે યોગદાન આપતો આવ્યો છે. તેમના પરિવારના સભ્યોએ વિવિધ સામાજિક અને જાહેર હોદ્દાઓ પર રહીને સેવાકીય કાર્યો કર્યા છે. તેમના વડદાદા સ્વ. મનુભા ભાવુભા ડોડીયાએ વર્ષ 1981થી 1983 દરમિયાન કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ડો. જેમુભા મનુભા ડોડીયા વર્ષ 1995થી 2000 દરમિયાન વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા, જ્યારે હરીસંગભા મનુભા ડોડીયાએ વર્ષ 1995થી 2005 સુધી નાના કેરાળા ગામના સરપંચ તરીકે સેવા આપી હતી. દીપસંગભાઈ મનુભા ડોડીયા ગુજરાત તલાટી મંડળના ઉપપ્રમુખ અને કારડીયા રાજપૂત કુમાર બોર્ડિંગના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે રાજપૂત સમાજમાં કન્યા કેળવણી અને સામાજિક વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરી છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડીયા રાજપૂત સમાજના પ્રથમ સમૂહલગ્નના પ્રણેતા અને શૈક્ષણિક સંકુલના સ્થાપક તરીકે પણ જાણીતા છે. પ્રભાતસિંહ મનુભા ડોડીયા ગુજરાત વન કર્મચારી મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે. પાર્થરાજસિંહના પિતા વિક્રમસિંહ મનુભા ડોડીયા છેલ્લા દસ વર્ષથી રાજકોટ નાગરિક બેંકની સુરેન્દ્રનગર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સમાજસેવામાં પણ સક્રિય છે. પાર્થરાજસિંહના ભાઈ હરપાલસિંહ પ્રભાતસિંહ ડોડીયા સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે અનિરુદ્ધસિંહ જેમુભા ડોડીયા છેલ્લા દસ વર્ષથી બોટાદ જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક ભરતીની તૈયારી તેજ:રાજ્યના તમામ જિલ્લાઓને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા શિક્ષણ વિભાગનો આદેશ
    Next Article
    રાજકોટમાં 8894 વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું !:ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઊંધા માથે, 6695 છાત્રો અન્ય જિલ્લા કે રાજ્યમાં માઇગ્રેટ થઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment