Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 8894 વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું !:ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઊંધા માથે, 6695 છાત્રો અન્ય જિલ્લા કે રાજ્યમાં માઇગ્રેટ થઈ ગયા

    13 hours ago

    શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થતાની સાથે જ હવે અધવચ્ચેથી ભણવાનું છોડી ગયેલામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરત શાળાએ ભણવા માટે આવે તે માટે હાલ શિક્ષણ વિભાગ ઊંધા માથે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 32,948 બાળકો એવા હતા કે જેમને અધવચ્ચેથી ભણવાનું મૂકી દીધું. જોકે તેમાંથી 2054 બાળકોને પરત લાવવામાં શિક્ષણ વિભાગ સફળ થયું છે પરંતુ 8894 વિદ્યાર્થીઓ એવા છે કે જેમના વાલીઓ બાળકોને આગળ ભણાવવા જ માંગતા નથી તો 6695 વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા અથવા રાજ્યમાં માઇગ્રેટ થઈ ગયા છે. જેમાંથી મોટાભાગના બાળકોના પરિવારો પરપ્રાંતિય છે કે જેઓ અહીં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અથવા તો ખેતીવાડીમાં મજૂરી કામ કરતા હતા. શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પરત ભણતરમાં જોડવા માટે શિક્ષણ વિભાગ અલગ અલગ કેમ્પેઈન ચલાવી રહી છે. રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં શાળા છોડીને ગયા હોય તેવા 32,948 વિદ્યાર્થીઓ હતા. જેઓનો સર્વે કરવામાં આવ્યો. જેમાંથી 2054 વિદ્યાર્થીઓએ હાલ શાળામાં ભણવાનું શરૂ કરી દીધું છે. જ્યારે 9754 વિદ્યાર્થીઓએ બીજી શાળામાં પ્રવેશ મેળવી લીધો છે. જેનું કન્ફર્મેશન મળ્યું છે. 7605 વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે અને તેઓને ટ્રેકિંગ સિસ્ટમથી ટ્રેક કરવાનું ચાલુ છે. જ્યારે 6695 વિદ્યાર્થીઓ માઇગ્રેટ એટલે કે અન્ય જિલ્લામાં ગયેલા છે. આ બાળકો એવા હોય કે રાજકોટ બહાર અથવા તો રાજ્ય બહારના પણ હોય. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર થી રાજકોટ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કે ખેત મજૂર તરીકે આવેલા હોય અને પોતાના બાળકોને ભણવા માટે સ્કૂલમાં મૂક્યા હોય અને ત્યારબાદ સ્કૂલમાં જાણ કર્યા વિના જતા રહ્યા હોય. આ પ્રકારના બાળકોના વાલી ખેત મજૂર તરીકે અહીં રહ્યા બાદ અન્ય જિલ્લા અથવા રાજ્યમાં ચાલ્યા જાય તો તેમના ફોન નંબર બદલી નાખતા હોય છે જેથી તેમનો કોન્ટેક થઈ શક્યો નથી. જેથી આ વિદ્યાર્થી અગાઉ જે સ્કૂલમાં ભણતા હોય તેનો સંપર્ક કરવા ઉપરાંત વાડી કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હોય ત્યાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલ તેમનું ટ્રેકિંગ ચાલુ છે અને તેના આધારે આ વિદ્યાર્થીઓનો શાળામાં પુનઃપ્રવેશ કરાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધુ અઘરો આંકડો અમારા માટે 8894 નો છે. જે વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોને આગળ ભણાવવા માટે રિફ્યુઝ કરી રહ્યા છે. અલગ -અલગ NGO અને પદાધિકારીઓ મારફત અમે આ વિદ્યાર્થીઓના વાલીઓને સમજાવી તેમના બાળકોનો શાળાઓમાં પુનઃપ્રવેશ થાય તે માટે સમજાવી રહ્યા છીએ. આમાં અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે જેઓ ધોરણ 10 માં નાપાસ થયા હોય અને ત્યારબાદ પોતાનો અભ્યાસ છોડી દીધો હોય, મજૂરી કરવા લાગ્યા હોય અથવા તેની ઉંમર વધી ગઈ હોય તો આવા વિદ્યાર્થીઓ પોતાની સ્કિલને ઓળખીને આઈ.ટી.આઈ.માં અભ્યાસ શરૂ કરે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતી દીકરીઓ કે જેઓ પોતાના ગામથી દૂર સુધી ભણવા માટે જઈ શકે તેમ ન હોય તો NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ) અથવા GSOS (ગુજરાતી સ્ટેટસ ઓપન સ્કૂલ) ના માધ્યમથી ભણી ભણી શકે તેવી વ્યવસ્થાઓ છે. આ સાથે જ જો વિદ્યાર્થીઓએ આર્થિક પરિસ્થિતિને કારણે ભણવાનું છોડી દીધું હોય તો નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને જ્ઞાન સાધના સહિતની સ્કોલરશિપના લાભ અંગે સમજાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાર્થરાજસિંહ ડોડીયા ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખ બન્યા:વઢવાણના યુવાન 550 મતથી વિજેતા
    Next Article
    Alia Bhatt shares intense workout video, fans call her ‘Alpha mama’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment