Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ જગદીશ જોશીએ ચાર્જ સંભાળ્યો:વિજય મુહૂર્તમાં પૂજા કરી કામગીરી શરૂ કરી, કહ્યું-વર્લ્ડ રેન્કિંગ લાવવા અને ઑનલાઇન મોડ વધારવા પ્રયાસ કરીશું

    14 hours ago

    રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની ગઈકાલે 30 જૂન ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ પૂર્ણ થઈ ગઈ હતી. તેમજ નવા કુલપતિ માટેની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. પરંતુ કાયમી કુલપતિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઇન્ચાર્જ કુલપતિની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે એચ.આર.ડી.સી ડિપાર્ટમેન્ટના સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. જગદીશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. તેમજ ડૉ. જગદીશ જોશીએ વિધિવત રીતે વિજય મુહૂર્તમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ પર સંભાળી લીધો છે. ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો ગુજરાત યુનિવર્સિટીની કમાન આ વખતે સંઘ પાસે જ રાખવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજાએ પણ તેમને રીપીટ કરવામાં આવે તેવા પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમને રીપીટ કરવાના બદલે સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં છે. તેમજ ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ વિજય મુહૂર્તમાં ચાર્જ પણ સંભાળી લીધો છે. તેમજ ગુજરાત યુનિવર્સિટીને વર્લ્ડ રેંકમાં લાવવા માટે પ્રયાસ કરવા પણ સંકલ્પ લીધો છે. તેમજ ઑનલાઇન એજ્યુકેશન વધારવા માટેના પણ પ્રયાસ શરૂ કરવાનો સંકલ્પ લીધો છે. 'વર્લ્ડ રેન્કિંગ લાવવા અને ઑનલાઇન મોડ વધારવા પ્રયાસ કરીશું' ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ખુબ ખુબ આભારી છું કે તેમને મારા પર વિશ્વાસ મૂક્યો છે, તેમજ કામગીરી કરવાની મને તક આપી છે. કામ ચલાવું વ્યવસ્થા હોવાથી મારા પાસે થોડો સમય છે. કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી મારે કામગીરી કરવાની રહેશે. ગુજરાત યુનિવર્સિટીની પોતાની લીગસી ખૂબ જ જૂની છે. ગુજરાત રાજ્ય બન્યું તે પહેલા ગુજરાતી યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ગુજરાત યુનિવર્સિટી નેક A+ છે, ત્યારે અન્ય રેન્ક પણ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. વૈશ્વિક રેટિંગ અને રેન્કિંગ વિશે વિચારીશું. વધુમાં ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ રેન્કિંગ સહિતના અન્ય જે રેન્કિંગ મળતા હોય છે તેના માટેના પ્રયાસ કરીશું. ઓનલાઇન એજ્યુકેશન વધારવા માટે ખાસ મહેનત કરીશું. ગ્રોથ એન્વાર્મેન્ટ રેશિયો જેને ધ્યાનમાં લઈને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કામ ચાલી શકે તેમ નથી જેથી ઓનલાઇન મોડ પણ વધારવો ખૂબ જ જરૂરી છે. એક વર્ષ પહેલા ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી આખા વિશ્વમાંથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા અને ગુજરાતીમાં અભ્યાસ કરે તે માટેના પ્રયાસ કરવામાં આવશે. 'ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા પર ચર્ચા કરીશું' GCAS પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયાને લઈને ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી નો રોલ માર્ગદર્શક આપવા માટેનો જ છે. જેથી આગામી સમયમાં કુલપતિઓની બેઠક મળવાની છે. તેમાં પ્રવેશ પ્રક્રિયાને કઈ રીતે કરી શકાય તે માટે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું. તેમજ વિદ્યાર્થીઓ સરળતાથી પ્રવેશ મેળવી શકે છે માટે ચર્ચા કરવામાં આવશે. બે વર્ષ પહેલા પ્રક્રિયા ઓફલાઈન કરી દેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને જે રીતે ફાયદો થતો હશે તે માટે સરકાર સાથે ચર્ચા કરીને પ્રયાસ કરીશું.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાપુરમાં ડ્રાઇવર ભાઈઓએ 1 લાખ લૂંટ્યા:ગોતાની યુવતીનું ફેક આઇડી બનાવી છેતરપિંડી, આરોપી ઘટનાસ્થળેથી ફરાર
    Next Article
    શિક્ષક ભરતીની તૈયારી તેજ:રાજ્યના તમામ જિલ્લાઓને રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા શિક્ષણ વિભાગનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment