Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં:સંગઠનના મજબૂતીકરણ માટે મહત્વના નિર્ણયો લેવાયા

    12 hours ago

    સુરેન્દ્રનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના મજબૂતીકરણ અને શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ અસવાર દશરથસિંહ, જીગ્નેશભાઈ આલ, રણછોડભાઈ કટારીયા સહિત સંગઠનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનને વધુ વેગવંતું બનાવવા અને શિક્ષકોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંગઠનાત્મક માળખામાં મહત્વના ફેરફારો અને નવી નિમણૂકો પણ કરવામાં આવી હતી. સંગઠનનો વ્યાપ વધારવા માટે આગામી દિવસોમાં સઘન સદસ્યતા અભિયાન હાથ ધરવા અંગે આયોજન કરાયું હતું. આ અભિયાન અંતર્ગત ગુગલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન સદસ્ય બની શકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારી પ્રાંત કારોબારી બેઠકના એજન્ડા અને શિક્ષક હિતના વિવિધ વિષયો અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ વિષયો પ્રાંત કારોબારી સમક્ષ રજૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા સંગઠનાત્મક માળખાની રચના તેમજ સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવા માટે નવા સંયોજકો અને કારોબારી સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયોજક તરીકે નરેન્દ્રસિંહ મોરી અને સહ-સંયોજક તરીકે દિનેશભાઈ ડોડિયા સહિત સમિતિની વિધિવત રચના કરવામાં આવી હતી. વઢવાણ તાલુકા કારોબારીનું પુનર્ગઠન કરી નવા ઉત્સાહી સભ્યોને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, ચુડા અને મૂળી તાલુકાના સંગઠન કાર્યને ગતિ આપવા માટે નવા તાલુકા સંયોજકોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કેડબરી આપતા જ 2.49 કરોડની લૂંટના રહસ્યો ઓકી દીધા:ગામમાં અજાણ્યા લોકો ઘૂસે તો એક સાથે કુકડા બોલતા, શાપર લૂંટના 3 આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર
    Next Article
    વસ્ત્રાપુરમાં ડ્રાઇવર ભાઈઓએ 1 લાખ લૂંટ્યા:ગોતાની યુવતીનું ફેક આઇડી બનાવી છેતરપિંડી, આરોપી ઘટનાસ્થળેથી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment