Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેડબરી આપતા જ 2.49 કરોડની લૂંટના રહસ્યો ઓકી દીધા:ગામમાં અજાણ્યા લોકો ઘૂસે તો એક સાથે કુકડા બોલતા, શાપર લૂંટના 3 આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર

    11 hours ago

    રાજકોટ જિલ્લાના શાપરના જુના રાજવી પરિવારના જિતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલ 2.49 કરોડ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી 76.86 લાખનો મુદામાલ કબ્જે કરી તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો પડકાર બની ગયો હતો. તેમાં પણ મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ જેવા વિસ્તારમાં આરોપીઓનું રહેઠાણ હોવાથી પોલીસ માટે પડકાર બન્યો હતો એટલું જ નહિ પરંતુ આરોપીઓના ગામમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ કુકડા રાખતા હતા. જે અજાણ્યા કોઈ વ્યક્તિ જોઈએ એકસાથે અવાજ કરી દેતા આરોપીઓ સતર્ક થઇ જતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આખા કેસમાં એક ચોકલેટનો પણ ચમત્કાર સામે આવ્યો છે જેમાં આરોપીન ચોકલેટ પસંદ હોવાથી કેડબરી ખવડાવી પોલીસે આખી લૂંટની માહિતી ઓકાવી લીધી હતી. 19 જૂને રાત્રે શાપર વેરાવળ વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ગત 19 અને 20 જૂન 2026ના રોજ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટના જુના રાજવી પરિવારના સભ્ય જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં બની હતી જેમાં લૂંટારુઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં 2.47 કરોડ રોકડ સહીત સોના ચાંદીના ઘરેણાં અને એક લાયસનસ વાળી બાર બોરની રાયફલ લૂંટી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા રેન્જ IG, રાજકોટ જિલ્લા પોલીસ વડા, DYSP તેમજ શાપર વેરાવળ અને LCB તેમજ SOG ટિમ સ્થળ પર પહોંચી FSL, ડોગ સ્ક્વોડ, અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશથી ત્રણ લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી આ લૂંટ કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશ જાંબુવાના બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, દાહોદ ગરબાડાના સેતાન દીવાન અમલિયાર અને દિનેશ સેતાન પરમારનો સમાવેશ થાય છે. જે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી 43.18 લાખ રોકડ, 21.22 લાખના ઘરેણાં તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર, બોલેરો કાર, લૂંટમાં ગયેલ રાયફલ સહીત કુલ 76.86 લાખનો મુદામાલ રિકવર કરી છે હવે તપાસ દરમિયાન ફરિયાદીના મોબાઈલ અંગે તેમજ ક્રાઇમ સીન માટે પંચનામું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આજે પણ એક ટિમ મધ્યપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ મુખ્ય આરોપી સહીત ફરાર વધુ 5 આરોપીની શોધખોળ હાથ ધરી રહી છે જરૂર જણાયે અન્ય ટીમને પણ ત્યાં મોકલવામાં આવશે અને બાકી રહેલા આરોપીઓને નજીકના દિવસોમાં ઝડપી પાડવામાં આવશે. પોલીસ માટે આ આરોપીઓને પકડી લૂંટનો ભેદ ઉકેલવો પડકારજનક હતો કારણ કે આરોપીઓ રીઢા ગુનેગાર છે તેમજ એમપીમાં પહાડી અને જંગલ વિસ્તારમાં તેઓના રહેઠાણ આવેલ હોવાથી ત્યાં સુધી પહોંચવું ચેલેંજિંગ હતું પોલીસ વેશપલટો કરી ત્યાં સુધી પહોંચી હતી. અજાણ્યા વ્યકિતના ગામમાં પ્રવેશતા જ કુકડા દેકારો કરી મૂકતા આરોપીઓના ગામમાં પણ મોટા ભાગના ઘરોમાં લોકો કુક્ડાને પાળતા હોવાનું સામે આવ્યું છે જે કુકડા પણ ખાસ ટ્રેઈન કરવામાં આવ્યા હોય છે જેથી ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પ્રવેશ કરે અને દેખાય તો એક સાથે અવાજ કરવા લાગે જેથી આરોપીઓ સતર્ક થઇ જતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ કેસમાં આરોપીની અટકાયત બાદ સમગ્ર કેસની કબૂલાત માટે ચોકલેટનો ચમત્કાર સામે આવ્યો છે આરોપી બનસીંગની પોલીસ પુછપરછ કરી રહી હતું દરમિયાન કશું બોલતો ન હતો પરંતુ એક ચોકલેટ ચમત્કારથી આરોપી બધી જ વિગતવાર કબૂલાત આપી દીધી હતી આરોપીને શું ભાવે પૂછતાં ચોકલેટની ડિમાન્ડ કરી હતી જેથી પોલીસે તાત્કાલિક કેડબરી ડેરીમિલ્ક મંગાવી આરોપીને આપતા ગુનાની સંપૂર્ણ વિગત પોલીસ સમક્ષ જણાવી દીધી હતી. રાજકોટમાં વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડ રોકડાની લૂંટ રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્‍તાર શાપર-વેરાવળમાં 19 જૂને મધરાતે રૂ.2.49 કરોડની સનસનાટી મચાવતી લૂંટની ઘટના સામે બની હતી.. શાપર સ્‍ટેટના મોભી એવા 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્‍યારે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ. 2 કરોડ 49 લાખની માલમત્તાની લૂંટ ચલાવી લેતાં સનસનાટી મચી ગઈ હતી. લૂંટારાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બાર બોરની પરવાનાવાળી રાયફલ અને મોબાઇલ ફોન પણ લૂંટી જતાં જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. એક લૂંટારો લોખંડની પાઇપ લઈ છાતી પર ચડી ગયો શાપરમાં રહેતાં સ્‍ટેટના મોભી તરીકે નામના ધરાવતાં જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.77) ગતરાતે શાપર ખાતેના પોતાના નિવાસસ્‍થાને એકલા સુતા હતાં ત્‍યારે રાતે દોઢેક વાગ્‍યે અચાનક તેમના મકાનમાં પાંચ બુકાનીધારી ઘુસી આવ્‍યા હતાં અને ખાંખાખોળા કરતા હોય ત્યારે જીતેન્‍દ્રસિંહ અવાજ થતાં જાગી ગયા હતાં, પરંતુ તેઓ કંઇ સમજે એ પહેલા જ એક લૂંટારો લોખંડના પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો હતો અને મોઢુ દબાવી દીધુ હતું અને બાકીના ચાર લૂંટારાઓએ ઘરના તિજોરી-કબાટ તોડી નાંખ્‍યા હતાં અને તેમાંથી રોકડ-દાગીના લૂંટી લીધા હતાં.
    Click here to Read More
    Previous Article
    રીલ બનાવવાનો શોખ ભારે પડ્યો:ઈલેકિટ્રક બસના સ્ટિયરિંગ સામે મોબાઈલમાં રીલ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા; જન્મ દિવસે જ ટર્મિનેટ કરાયો
    Next Article
    અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં:સંગઠનના મજબૂતીકરણ માટે મહત્વના નિર્ણયો લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment