Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીલ બનાવવાનો શોખ ભારે પડ્યો:ઈલેકિટ્રક બસના સ્ટિયરિંગ સામે મોબાઈલમાં રીલ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા; જન્મ દિવસે જ ટર્મિનેટ કરાયો

    10 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમય પહેલા જ શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક બસ સેવાને લઈને વિવાદ સર્જાયો છે. દોડતી બસમાં ડ્રાઈવર સ્ટિયરિંગ પર પૂરતું ધ્યાન આપવાના બદલે મોબાઈલમાં રીલ બનાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વીડિયો વાયરલ થતા પોતાના પેજ પરથી વીડિયો હટાવ્યો છે, પરંતુ આ એકાઉન્ટમાં મોટા ભાગના વિડિઓમાં આ ડ્રાઇવર સ્ટીયરિંગ પર રીલ બનાવવાનો શોખીન લાગી રહ્યો છે. ડ્રાઈવીંગ સમયે રીલ બનાવતો હોવાનો વીડિયો વાઈરલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોમાં ઈલેક્ટ્રિક બસનો ડ્રાઇવર બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રીલ બનાવતો જોવા મળે છે. ડ્રાઈવરની આ બેદરકારીથી બસમાં મુસાફરી કરતા લોકોના જીવ જોખમમાં મૂકી રીલ બનાવવી કેટલી જોખમી છે. જાહેર પરિવહનમાં ડ્રાઇવરે વાહન ચલાવતી વખતે સંપૂર્ણ ધ્યાન માર્ગ પર રાખવું જરૂરી હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતાં સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ડ્રાઈવરને નોકરી પરથી દૂર કરવામાં આવ્યો સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી વાયરલ થતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા જાહેર પરિવહન તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનું વધતું વળગણ લોકોને રીલ અને વાયરલ થવાની હોડ તરફ દોરી રહ્યું છે. કેટલાક લોકો અવનવા અખતરા કરતા હોય છે, જેના કારણે ક્યારેક પોતાનો તો ક્યારેક બીજાના જીવ પણ જોખમમાં મુકાય છે. આ અંગે કોર્પોરેશન અધિકારી જતન બધેકાએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે; આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની માહિતી મળી હતી. અમે આ બસ સેવા ચલાવતી જેબીએમ કંપનીને અમે નોટિસ આપી હતી, જેના આધારે આ ડ્રાઇવરને ટર્મિનેટ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સ્ટાફ મર્ડર કેસમાં બે ફરાર આરોપી ઝડપાયા:મહેસાણાના ડેડીયાસણથી પોલીસે દબોચી લીધા, કાયદેસરની કાર્યવાહી શરૂ
    Next Article
    કેડબરી આપતા જ 2.49 કરોડની લૂંટના રહસ્યો ઓકી દીધા:ગામમાં અજાણ્યા લોકો ઘૂસે તો એક સાથે કુકડા બોલતા, શાપર લૂંટના 3 આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment