Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સ્ટાફ મર્ડર કેસમાં બે ફરાર આરોપી ઝડપાયા:મહેસાણાના ડેડીયાસણથી પોલીસે દબોચી લીધા, કાયદેસરની કાર્યવાહી શરૂ

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટાફ મર્ડરના ગુનામાં ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિયાણી (IPS)ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસે આ સફળ કામગીરી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. સંગાડાના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઈ ડી. જે. વાઘેલાને બાતમી મળી હતી કે ગુના હેઠળના બે આરોપીઓ મહેસાણા જિલ્લાના ડેડિયાસણ ખાતે છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને આરોપીઓને દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુરેન્દ્રનગરના પોપટપરાના હિતેશભાઈ ભરતભાઈ કોડીયા અને વઢવાણના રતનપરના અજીત ઉર્ફે વિશાલ ઉર્ફે ટકો શૈલેષભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ સામે અગાઉ પણ હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, આર્મ્સ એક્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. સંગાડા, એએસઆઈ ડી. જે. વાઘેલા તેમજ સર્વેલન્સ ટીમના અજયવીરસિંહ ઝાલા, રાજદીપસિંહ ડોડીયા, મહાવીરસિંહ બારડ, હવલસિંહ સિસોદિયા, રાજુભાઈ પઢેરિયા, મનસુખભાઈ જમોડ અને દર્શનસિંહ ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેનેઝુએલામાં મૃત્યુ પામેલા ભારતીય નાવિકના મગજ, ફેફસાં-હૃદય કાઢી લેવાયા:પરિવારે કહ્યું- શરીર પર 22 કટ મળ્યા, પહેલાંથી જ પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું હતું
    Next Article
    રીલ બનાવવાનો શોખ ભારે પડ્યો:ઈલેકિટ્રક બસના સ્ટિયરિંગ સામે મોબાઈલમાં રીલ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા; જન્મ દિવસે જ ટર્મિનેટ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment