Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં વરસાદનો આગમનને પ્રી-મોનસૂન પોલ થઈ છતી:​જૂનાગઢમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પરંતુ કરોડોના ખર્ચે થયેલી પ્રી-મોનસૂન કામગીરી અને વિકાસના અણઆવડતભર્યા કામો માત્ર કાગળ પર હોવાનું પહેલા જ વરસાદે કર્યું સાબિત

    11 hours ago

    જૂનાગઢ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન ઘણા લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે મન મૂકીને વરસવાનું શરૂ કરતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોએ અસહ્ય ઉકળાટ તેમજ કાળઝાળ ગરમીમાંથી મોટી રાહતનો શ્વાસ લીધો છે. લાંબા સમય પછી વરસેલા આ અનરાધાર વરસાદને કારણે લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આ ખુશીની પાછળ વહીવટી તંત્રની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોનસૂન કામગીરી અને ગટર સફાઈના મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, કારણ કે પહેલા વરસાદે જ રોડમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે તો બીજી તરફ આ વાહનો બંધ પડી જતા વાહન ચાલકોએ તેના વાહનો દોરીને લઈ જવા નોબત ઊભી થઈ છે.ત્યારે માત્ર પહેલા જ વરસાદે જૂનાગઢ મહાનગરપાલિકાના આ તમામ પોકળ દાવાઓની હવા કાઢી નાખી છે અને તંત્રની નબળી કામગીરીનું ચિત્ર સામે આવ્યું છે. ​શહેરમાં પડેલા પહેલા જ સામાન્ય વરસાદે જ કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે બનેલી ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જૂનાગઢના વોટર વર્ક્સ શાખાની ભારે અણઆવડત અને બેદરકારીને કારણે શહેરના અલગ-અલગ મુખ્ય વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં જ ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને શાંતિસ્વરૂપ જેવા વ્યસ્ત અને રહેણાંક વિસ્તારમાં તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આટલું જ નહીં, ગટર લાઈનો ચોકઅપ થઈ જવાને કારણે ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર આવી ગયા છે. જેના લીધે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ ઉભરાતી ગટરોમાંથી નીકળતી અસહ્ય અને તીવ્ર દુર્ગંધના કારણે સમગ્ર વિસ્તારના લોકો તોબા પોકારી ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિ જોતા સ્થાનિકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે વિકાસના નામે થયેલી કરોડો રૂપિયાની આ ગટર વ્યવસ્થા વાસ્તવિક જમીન પર નહીં પરંતુ માત્ર સરકારી કાગળ પર જ મજબૂત બનાવવામાં આવી છે. ​તંત્રની આ ઘોર બેદરકારી અહીં જ અટકતી નથી, જૂનાગઢ શહેરના અનેક આંતરિક અને મુખ્ય વિસ્તારોમાં ચોમાસું માથે હોવા છતાં હજુ સુધી રોડ-રસ્તાના અધૂરા કામો ચાલુ રાખવામાં આવ્યા છે. આ અણઆવડતભર્યા આયોજનને કારણે ખોદાયેલા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા આખા રસ્તા કાદવ-કીચડથી ખદબદી રહ્યા છે, જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો આ ચોમાસાની શરૂઆતનો પહેલો જ વરસાદ છે ત્યાં જ જો શહેરની આ દશા થઈ હોય, તો આવનારા દિવસોમાં જ્યારે ભારે વરસાદ ખાબકશે ત્યારે જૂનાગઢની જનતાની હાલત કેવી થશે તેની કલ્પના માત્રથી લોકો ધ્રૂજી ઉઠ્યા છે. તંત્રના પાપે જ્યારે આગામી સમયમાં આખું શહેર પાણી-પાણી થશે અને લોકો મુશ્કેલીમાં મુકાશે, ત્યારે આ ગંભીર બેદરકારીની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો સવાલ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટ અને અણઆવડતભર્યા વહીવટ સામે હાલ જૂનાગઢની જનતામાં ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપેલી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જમિયતપુરા ડમ્પિંગ સાઈટ મુદ્દે હાઈવે ચક્કાજામ:બાલાસિનોરમાં ખેડૂતો અને સ્થાનિકોનો વિરોધ, હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો
    Next Article
    જામનગરમાં પ્રાચીન સત્યનારાયણ મંદિરે 'બડા મંગલ' ઉજવાયો:સત્યવીર હનુમાનજીના સાનિધ્યમાં હોમાત્મક સુંદરકાંડનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment