Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ:જામનગરની મેડિકલ કોલેજમાં મેયરની અધ્યક્ષતામાં કાર્યક્રમ, વિવિધ સંસ્થાઓમાં બિનજરૂરી મશીનોનો નિકાલ, ફર્નિચરનું સમારકામ અને બિલ્ડીંગોની સફાઈ કરાશે

    2 days ago

    રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 1 જુલાઈથી 7 જુલાઈ સુધી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું. મેયર મોનિકા વ્યાસે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યું કે, ‘નમો સ્વચ્છતા અભિયાન’ દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થશે, જે દર્દીઓ અને તેમના સ્વજનો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. સ્વચ્છ હોસ્પિટલ ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો પાયો છે. મેયરે વધુમાં જણાવ્યું કે, આ અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ છે. તેમણે તમામ આરોગ્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બની પોતાના કાર્યસ્થળ તથા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની અંદાજે 12,000 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં આ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ અભિયાન દરમિયાન વિવિધ સંસ્થાઓમાં બંધ વાહનો, બિનજરૂરી મશીનોનો નિકાલ કરવો, ફર્નિચરનું સમારકામ અને બિલ્ડીંગોની સફાઈ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને મેઘજી ચાવડાએ પ્રવચન આપ્યા હતા. કલેકટર પી.બી. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, DYSP વી.કે. પંડયા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિતના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલીશન ખર્ચના વિવાદ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય:તમામ રેટ કોન્ટ્રાક્ટનો રીસર્વે કરાશે, ચાલુ કોન્ટ્રાક્ટ દરમિયાન પણ નીચા ભાવે કામ કરવા અન્ય પાર્ટીને આમંત્રિત કરાશે
    Next Article
    નાસીરનગર ડિમોલિશનમાં ઓર્ડર કરનારી મોટી માછલીઓને બચાવવા કારસો?:સુરત મનપાના સુજલ પ્રજાપતિ અને રામજીવાલા સહિત 5 એન્જિનિયર સસ્પેન્ડ, પાંચેય સામે હાઇકોર્ટમાં પણ અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment