Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં રી-ડેવલપમેન્ટના નામે રહીશોની છત છીનવાઈ:કલેક્ટર કચેરીએ ભેસ્તાન આવાસના રહીશોનો હોબાળો, ઉગ્ર આંદોલનનું અલ્ટીમેટમ, કહ્યું- બે વર્ષનો વાયદો કરી 5 વર્ષ રઝળાવ્યા

    9 hours ago

    સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસના 600થી વધુ અસરગ્રસ્ત પરિવારોએ કલેક્ટર કચેરી પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલિકા દ્વારા જર્જરિત મકાનો ખાલી કરાવી બે વર્ષમાં રી-ડેવલપમેન્ટ કરી આપવાનું વચન અપાયું હતું, પરંતુ 5 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી કામ શરૂ ન થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 વર્ષનો વાયદો કરી 5 વર્ષથી રઝળાવ્યા ભેસ્તાન સરસ્વતી આવાસમાં અગાઉ જર્જરિત બાંધકામને કારણે દુર્ઘટનામાં બાળકીઓના મોતની ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા તમામ પરિવારો પાસેથી ફ્લેટ ખાલી કરાવી અન્ય સ્થળે સ્થળાંતર કરાયું હતું. 2 વર્ષની અંદર રી-ડેવલપમેન્ટ કરી પાકાં મકાન સોંપવાની ખાતરી અપાઈ હતી. જોકે, પાંચ વર્ષ થવા છતાં કામગીરી આગળ ન વધતાં લોકો મોંઘા ભાડાં ભરીને આર્થિક સંકડામણ વેઠવા મજબૂર બન્યા છે. જ્યાંથી ખાલી કરાવ્યા ત્યાં જ મકાન આપવાની માંગ આવેદનપત્ર આપવા આવેલા પરિવારોએ સ્પષ્ટ માંગ કરી છે કે તેમને જે જગ્યા પરથી ખસેડવામાં આવ્યા છે, ત્યાં જ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવા આવાસ બનાવીને આપવામાં આવે. જો તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગરીબ પરિવારોએ હપ્તા ભરીને આવાસ ખરીદ્યા હતા સામાજિક કાર્યકર્તા મનોજ ચાંદલાએ જણાવ્યું કે, ગરીબ પરિવારોએ હપ્તા ભરીને આવાસ ખરીદ્યા હતા. પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કે યોગ્ય ભાડું આપ્યા વિના લોકોને રઝળતા મૂકી દીધા છે. 31 ઓગસ્ટ સુધીમાં વૈકલ્પિક વ્યવસ્થા અને રી-ડેવલપમેન્ટનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો તમામ અસરગ્રસ્તો કલેક્ટર કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન પર બેસશે.
    Click here to Read More
    Previous Article
    પાણીજન્ય-મચ્છરજન્ય રોગો સામે મનપા એલર્ટ:પાલિકાએ 251 હોટસ્પોટ ચિહ્નિત કર્યા, 1100 સાઇટ્સ પર પ્રાઇવેટ નોડલ ઓફિસર તહેનાત; મલેરિયાના 384 અને ડેન્ગ્યુના 100 કેસ
    Next Article
    CG રોડ પર ઓન સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગનો પ્રારંભ:પાર્કિંગમાં કાર ઉભી રાખતા જ લોક થઈ જશે, સમય મુજબ ઓનલાઈન પેમેન્ટ કરશો પછી જ અનલોક થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment