Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વર ડિમોલીશન ખર્ચના વિવાદ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય:તમામ રેટ કોન્ટ્રાક્ટનો રીસર્વે કરાશે, ચાલુ કોન્ટ્રાક્ટ દરમિયાન પણ નીચા ભાવે કામ કરવા અન્ય પાર્ટીને આમંત્રિત કરાશે

    2 days ago

    રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા તોતિંગ ખર્ચના બિલને લઈ થયેલા વિવાદ બાદ હવે કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનમાં હાલ ચાલી રહેલા રેટ કોન્ટ્રાક્ટનો રીસર્વે કરવાનો નિર્ણય કરશે. ચાલુ કોન્ટ્રાક્ટ દરમિયાન પણ અન્ય પાર્ટીને નીચા ભાવે કામ કરવા આમંત્રિત કરાશે. જો નીચા ભાવ મળશે તો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરીને જે તે પાર્ટી સાથે ફરી રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. રાજકોટ ડિમોલિશનમાં 12 લાખનું તો મિનરલ વોટર પીધું, નવો ઘટસ્ફોટ 23 અને 24 ફેબ્રુઆરીના સતત બે દિવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે, આ ડિમોલિશન કર્યા બાદ મનપાના અધિકારીઓએ વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતા જ ભારે વિવાદ સાથે હોબાળો મચી ગયો હતો. વિપક્ષે આ આંધળા ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે, જેને પગલે હાલ પૂરતી આ દરખાસ્ત અટકાવી દેવામાં આવી છે. જોકે, 27 લાખના બિલમાં ડિમોલિશનના સ્ટાફ માટે સમોસા, કાજુકતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ વગેરેનો સમાવેશ કરાયો છે. નવાઈની વાત એ છે કે આટ-આટલી વાનગીઓ આરોગ્યા પછી અધિકારીઓ પાણી પીવાનું ભૂલી ગયા હોય તેમ દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ બિલ જ સામેલ ના કર્યું. આ ભોજન બિલનો વિવાદ શરૂ થતા જ રાજકોટ મનપાએ પાણીના 12 લાખ રૂપિયાનો ખર્ચ છૂપાવ્યો અને પાછલા બારણે બિલ પાસ કરવાનો કારસો ઘડ્યો હોવાનું 'ભાસ્કર ઇન્વેસ્ટિગેશન'માં સામે આવ્યું છે, 'ભાસ્કર' પાસે પાણીના આ તોતિંગ બિલના તમામ પુરાવા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) બજારમાં રૂ.5માં મળતી પાણીની બોટલ રૂ.8માં ખરીદી માત્ર એટલું જ નહીં, છૂટક રૂ.5માં મળતી પાણીની બોટલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ રૂ.8માં કોર્પોરેશને ખરીદી છે. જેનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ 2023ના ઓગસ્ટ મહિનામાં ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો. 2023ના ઓગસ્ટ મહિનામાં 200 મિલિ મિનરલ વોટરની બોટલનો ભાવ રૂ.5 હતો અને 2026 જૂન મહિનામાં પણ 200ML મિનરલ બોટલની બોટલનો ભાવ રૂ.5 છે. જો કે મનફાવે તેમ કરવા જાણીતી મનપાએ રેટ કોન્ટ્રાક્ટમાં ડિસ્કાઉન્ટ મળવાની જગ્યાએ ઓનમાં રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના સાંસ્કૃતિક વિભાગ મેનેજર કૌશિક ઉનાવાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા વર્ષ 2023માં કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસનો આપવામાં આવ્યો તેમાં પાણીની બોટલનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં છૂટક રિટેલમાં મળતી પાણીની 5 રૂપિયાની બોટલ 8 રૂપિયાના કોન્ટ્રાક્ટમાં આપવામાં આવી છે. અહીં મહત્વની વાત એ છે કે છૂટકમાં એક પાણીની બોટલ 5 રૂપિયામાં મળે છે. જેને હોલસેલમાં રાજકોટ મનપાના અધિકારીઓ 8 રૂપિયામાં ખરીદ કરી રહ્યા છે એટલે કે અહીં પણ ભ્રષ્ટાચારની સીધી ગંધ આવતા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બિલ રજૂ કરવામાં આવશે તો તેને પણ અટકાવી દેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભૂવાએ મેયરને ધૂણાવ્યા!:સુરતના સાહેબોએ અક્કલનું જબરૂં પ્રદર્શન કર્યું, રાજકોટના અધિકારીઓને નિર્લિપ્ત રાયનાં નામથી ફાળ પડી; જુઓ VIDEO
    Next Article
    રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ:જામનગરની મેડિકલ કોલેજમાં મેયરની અધ્યક્ષતામાં કાર્યક્રમ, વિવિધ સંસ્થાઓમાં બિનજરૂરી મશીનોનો નિકાલ, ફર્નિચરનું સમારકામ અને બિલ્ડીંગોની સફાઈ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment