Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં પ્રથમ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા:ગોહરબાગ, સ્ટેશન રોડ પર વાહનચાલકો અટવાયા

    12 hours ago

    નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં લાંબા ઉકળાટ બાદ આજે વરસાદી માહોલ જામ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ પ્રથમ વરસાદ સાથે જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં પવન ફૂંકાવાની સાથે જ ગોહરબાગ, સ્ટેશન રોડ, ડેપો રોડ અને કોલેજ રોડ સહિતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગણતરીના સમયમાં પડેલા વરસાદી ઝાપટાંને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને બીલીમોરાના ગોહરબાગ વિસ્તાર પાસે ભારે માત્રામાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનો બંધ પડી જવાના ડર વચ્ચે પણ કામ અર્થે નીકળેલા લોકો પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની આ સમસ્યાથી લોકો પરેશાન છે.
    Click here to Read More
    Previous Article
    જર્જરિત મકાનન સીડી ધરાશાયી થતાં વૃદ્ધા પહેલા માળે ફસાયા:ફાયર વિભાગે લેડર લગાવી ખભે ઊંચકીને દિલધડક રેસ્ક્યુ કર્યું, સુરતના ગોપીપુરામાં મોટી દુર્ઘટના ટળી
    Next Article
    પહેલા બસે કારને ટક્કર મારી, એક પછી એક વાહનો અથડાયા:વડોદરાના ફતેગંજ બ્રિજ પર એક સાથે 10 વાહનો અથડાતા અકસ્માત, એક કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment