Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્જરિત મકાનન સીડી ધરાશાયી થતાં વૃદ્ધા પહેલા માળે ફસાયા:ફાયર વિભાગે લેડર લગાવી ખભે ઊંચકીને દિલધડક રેસ્ક્યુ કર્યું, સુરતના ગોપીપુરામાં મોટી દુર્ઘટના ટળી

    11 hours ago

    સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને ગીચ વસ્તી ધરાવતા ગોપીપુરા વિસ્તારના દેસાઈ વાડ ખાતે આજે 1 જુલાઈ સવારે એક મોટી હોનારત સર્જાતા અટકી હતી. અહીં આવેલા એક અત્યંત જર્જરિત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનના દાદરનો ભાગ અચાનક મોટા અવાજ સાથે ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટના સમયે મકાનના પહેલા માળે એકલા રહેતા 80 વર્ષના વૃદ્ધા સુશીલાબેન ઉપરના ભાગે જ ફસાઈ ગયા હતા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સીડી ધરાશાયી થઈને એકલા રહેતા વૃદ્ધાનો જીવ અધ્ધર થઈ ગયો સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ મકાન લાંબા સમયથી અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હતું. મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવા છતાં, 80 વર્ષના વૃદ્ધા સુશીલાબેન જયંતિભાઈ જરીવાલા તેમાં એકલા જ વસવાટ કરતા હતા. સવારે અચાનક મકાનનો મુખ્ય દાદરનો ભાગ તૂટી પડતાં નીચે ઉતરવાનો એકમાત્ર રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મકાનનો કાટમાળ નીચે પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જોયું તો વૃદ્ધા પહેલા માળે અટવાઈ ગયા હતા અને બહાર નીકળવા માટે લાચાર બન્યા હતાં. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને ફોન દ્વારા જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ નવસારી બજાર ફાયર ટીમ તેમજ તાપીપુરા ફાયર ટીમ ફાયર ફાઈટરોનો કાફલો આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગીચ ગલીઓ અને જર્જરિત મકાનની ભયજનક સ્થિતિ વચ્ચે ફાયર વિભાગે અત્યંત સાવચેતીપૂર્વક મકાનની બહારના ભાગે મોટી લેડર (સીડી) લગાવી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ પહેલા માળ સુધી પહોંચીને 80 વર્ષના અસહાય વૃદ્ધા સુશીલાબેનને ખભે ઊંચકીને સુરક્ષિત રીતે લેડર મારફતે નીચે ઉતારી તેમનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. સમયસૂચકતા અને આ દિલધડક ઓપરેશનને કારણે વૃદ્ધાનો આબાદ બચાવ થયો હતો. તંત્ર દોડતું થયું, રહીશોમાં રોષ આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર અને પાલિકાના અધિકારીઓએ આસપાસના અન્ય જોખમી મકાનોને પણ સાવચેતીના ભાગરૂપે નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આવા કોટ વિસ્તારમાં આવેલા અન્ય જર્જરિત અને જોખમી મકાનો સામે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં 6 કલાકમાં 5 વરસાદ ખાબક્યો:આગામી 12 કલાકમાં ગુજરાતનો દરિયો તોફાની બની શકે, વલસાડથી વંથલી સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
    Next Article
    બીલીમોરામાં પ્રથમ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા:ગોહરબાગ, સ્ટેશન રોડ પર વાહનચાલકો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment