Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેલંગાણામાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6નાં મોત:5 મહિલાઓ, 12 ઘાયલ; ટ્રકમાં રાખેલા લોખંડના પિલર બસમાં ઘૂસી ગયા

    12 hours ago

    તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક બસે પાછળથી ટ્રકને ટક્કર મારી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. બસમાં 42 મુસાફરો સવાર હતા અને તે હૈદરાબાદથી આંધ્રપ્રદેશના એલુરુ જઈ રહી હતી. આ અકસ્માત સવારે લગભગ 5:15 વાગ્યે હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર કોડાડ મંડળમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે ટ્રકમાં લોખંડના ભારે પિલર ભરેલા હતા. બસ ટ્રક સાથે અથડાતા જ પિલરને બાંધી રાખતી ચેઈન તૂટી ગઈ. ત્યારબાદ પિલર બસની જમણી બાજુ ઘૂસી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં આગળ બેઠેલા લોકોના આ જ કારણે મોત થયા હતા. અકસ્માતની 4 તસવીરો… ટ્રક ડિવાઈડર સાથે અથડાયાની આશંકા અકસ્માતનું કારણ તેજ ગતિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બસ અથડાયા પહેલા ટ્રક રોડના ડિવાઈડર સાથે અથડાયો હોવાની પણ આશંકા છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. તેમને વધુ સારી સારવાર માટે આંધ્રપ્રદેશના વિજયવાડાની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મુખ્ય સચિવને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા આપવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો વધારો:77,900 પર ટ્રેડિંગ, બેંકિંગ અને રિયલ્ટી શેર્સમાં આજે વધુ ખરીદી
    Next Article
    Adani Energy Solutions Wins Rs 4,700 Crore Transmission Project In Maharashtra

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment