Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં નમો સ્વચ્છતા અભિયાન::​જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણેય શિફ્ટમાં નિયમિત સફાઈ સાથે હવે સઘન ઝુંબેશ હાથ ધરાશે, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે હોસ્પિટેટના કર્મચારીઓનો આભાર માન્યો

    11 hours ago

    ​જૂનાગઢમાં સરકારી સંસ્થાઓ અને તબીબી સેવા કેન્દ્રોને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન હેઠળ ખાસ સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશનો વિધિવત અને રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી એક સપ્તાહ સુધી હોસ્પિટલના ખૂણે-ખૂણાને ચમકાવવા અને દર્દીઓ માટે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે કાર્યરત રહેશે. ​ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યકક્ષાનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ​ગાંધીનગર ખાતેથી થયેલા આ રાજ્યવ્યાપી લોન્ચિંગની સમાંતર જૂનાગઢ ખાતે પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મુખ્ય લેક્ચર હોલ ખાતે આ જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ જનપ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મનપા અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતાના આ કાર્યને વેગ આપવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. હોસ્પિટલની રોજીંદી સફાઈ વ્યવસ્થા અંગે વાત કરતા સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાની કામગીરી નિયમિત અને કડક રીતે કરવામાં આવે જ છે. સામાન્ય દિવસોમાં પણ દર્દીઓની સુવિધા માટે દિવસ દરમિયાન કુલ ત્રણ અલગ-અલગ શિફ્ટમાં ચોકસાઈપૂર્વક સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ, આ નમો સ્વચ્છતા સાપ્તાહિક અભિયાનના સમયગાળા દરમિયાન આ કામગીરીને માત્ર સામાન્ય સફાઈ પૂરતી સીમિત ન રાખતા, વ્યાપક ઝુંબેશનું સ્વરૂપ આપવામાં આવશે. જે અંતર્ગત હોસ્પિટલના તમામ વોર્ડ, ઓપીડી વિભાગ, લેબોરેટરી અને આસપાસના ખુલ્લા પરિસરની હજુ વધુ સઘન અને ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવશે. ​હોસ્પિટલને સ્વચ્છ રાખવામાં રાત-દિવસ એક કરતા પાયાના કર્મચારીઓની મહેનતને બિરદાવતા સુપ્રિટેન્ડેન્ટે અંતમાં જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાને સ્વચ્છ રાખવી એ સામૂહિક જવાબદારી છે. આ તકે તેઓએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ વર્ગ-4 ના સફાઈ કર્મચારીઓ, હોસ્પિટલના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ તેમજ સેનિટરી સુપરવાઈઝર્સની કામગીરીની પ્રશંસા કરી હતી અને તેમની અવિરત સેવાઓ બદલ સમગ્ર સિવિલ પ્રશાસન વતી આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હળવદ માર્કેટ યાર્ડ આજે બંધ:જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં વેપારીઓ મેદાનમાં આવ્યા
    Next Article
    'ગમે ત્યાં પિચકારી મારશો તો કાર્યવાહી થશે જ'- CM:પાનસેરિયાનો ભેળસેળિયા અને નકલી દવા માફિયાઓને પણ કડક સંદેશ, રાજ્યમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment