Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદ માર્કેટ યાર્ડ આજે બંધ:જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં વેપારીઓ મેદાનમાં આવ્યા

    10 hours ago

    મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓએ આજે જેતપર ગામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યાર્ડ બંધ રાખ્યું છે. યાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી સદંતર બંધ રાખવામાં આવી છે. આ આંદોલન ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા 14 દિવસથી ચાલી રહ્યું છે. હળવદ યાર્ડના વેપારીઓએ ખેડૂતોની માંગને સમર્થન આપ્યું છે. આજે સાંજે હળવદ માર્કેટ યાર્ડ ખાતેથી વેપારીઓ દ્વારા કાર, બાઇક અને ટ્રેક્ટર સાથે જેતપર ગામે આવેલી ખેડૂતોની ઉપવાસી છાવણી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વેપારીઓ, ખેડૂતો સહિતના લોકો જોડાશે. મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં ઊભા થતા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. હળવદ યાર્ડના વેપારીઓએ સરકારને આ મામલે વહેલામાં વહેલી તકે દરમિયાનગીરી કરીને ખેડૂતોની માંગ પૂર્ણ કરવા અપીલ કરી છે. હળવદ વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, જો નજીકના દિવસોમાં ખેડૂતોના આંદોલનનો અંત નહીં આવે, તો આગામી સમયમાં હળવદ યાર્ડને આંદોલન સમેટાઈ ત્યાં સુધી બંધ રાખવા માટે પણ વેપારીઓ તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના વિકાસમાં જ ગાબડાં, STનું આખું ટાયર રોડમાં ઘુસી ગયું:35 મુસાફરોના જીવ અધ્ધર, ખાડામાં સ્કૂલ વાન ફસાઈ, નવા રોડ પાણીમાં બેસી ગયા, 15 દિવસમાં 4 મોટી ઘટના
    Next Article
    સિવિલમાં નમો સ્વચ્છતા અભિયાન::​જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણેય શિફ્ટમાં નિયમિત સફાઈ સાથે હવે સઘન ઝુંબેશ હાથ ધરાશે, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે હોસ્પિટેટના કર્મચારીઓનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment