Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં 'ઈમોજી ડે' ઉજવાયો:બાળકોએ ઈમોજી કટઆઉટ અને ફુગ્ગાઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો

    3 days ago

    દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા, કાંકરિયા (ગુજરાતી માધ્યમ) ખાતે બાળવર્ગના નાના ભૂલકાઓ માટે 'ઈમોજી ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને સર્જનાત્મકતાથી ભરપૂર રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શિક્ષિકા શ્રીમતી ભૂમિકાબેન મહેતા દ્વારા કરવામાં આવી હતી. તેમણે આજના ડિજિટલ યુગમાં ઈમોજીનું મહત્ત્વ, તેના વિવિધ પ્રકારો અને તે દર્શાવતી અલગ-અલગ લાગણીઓ વિશે બાળકોને સરળ અને રસપ્રદ રીતે સમજાવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે બાળવર્ગના તમામ બાળકો વિવિધ પ્રકારના ઈમોજીના કટઆઉટ, ઈમોજી ફુગ્ગાઓ અને આકર્ષક પ્રોપ્સ સાથે શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શાળાનું વાતાવરણ રંગબેરંગી ઈમોજીઓથી આનંદમય બની ગયું હતું. આ પ્રસંગે ઈમોજી આધારિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ઈમોજી સોંગ પર વિવિધ ઈમોજીના ચિત્રો અનુસાર પોતાના ચહેરાના હાવભાવ રજૂ કરીને સુંદર કેટવોક પણ કર્યું હતું. બાળકોના નિર્દોષ અભિનય અને ઉત્સાહથી ઉપસ્થિત સૌ આનંદિત થયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે, વિભાગીય કો-ઓર્ડિનેટર પીનલબહેન રાવળે બાળવર્ગના ઇન્ચાર્જ અને તમામ શિક્ષિકાઓ રુચિતાબેન રાવળ, ભૂમિકાબેન મહેતા, જયશ્રીબેન દેસાઈ અને રુચિતાબેન શાહને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં લાગણીઓની અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને આનંદ સાથે શીખવાની ભાવનાનો સુંદર વિકાસ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વરસડામાંથી 4.05 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:3881 બોટલ સાથે મહિલાની ધરપકડ, ડેસરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
    Next Article
    પાટણમાં ભવ્ય વિચાર ગોષ્ઠી:રાષ્ટ્રના પુનઃનિર્માણમાં મહિલા, વ્યાવસાયિક સમૂહોની શક્તિનો મહત્તમ ઉપયોગ જરૂરી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment