Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસડામાંથી 4.05 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:3881 બોટલ સાથે મહિલાની ધરપકડ, ડેસરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

    3 days ago

    ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે વડોદરા ગ્રામ્યના ડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વરસડા ગામે સફળ દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આ ગુનામાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર સહિતના અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડેસર તાલુકાના વરસડા ગામે SMCની રેઈડ મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવને મળેલી ચોક્કસ બાતમીના આધારે તારીખ ડેસર તાલુકાના વરસડા ગામે, ભરવાડ વાસમાં બી.આર. ક્વોરી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજા ભોગવટાની દુકાન તેમજ મકાનની પાછળ આવેલી નાની ઓરડીમાં સંગ્રહ કરી રાખેલો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂ સાથે મહિલાની ધરપકડ, 3 વોન્ટેડ SMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિદેશી દારૂ અને બીયર ટીન કુલ નંગ - 3881 કુલ કિંમત ₹4,05,806 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી જશુબેન કાળુભાઈ આલાભાઈની વિધવા (રહે. વરસાડા, ભરવાડવાસ) ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નવઘણ કાળુભાઈ ભરવાડ,દારૂનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યો ઇસમ , પોલીસ તપાસમાં બહાર આવે તે તમામ ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. બારોટને સોંપવામાં આવી છે. સાથે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બેફામ ડમ્પરે 16 વર્ષના કિશોરનો ભોગ લીધો:અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન લઈને ટ્યુશન જતા સમયે અકસ્માત, ડ્રાઇવર ફરાર
    Next Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં 'ઈમોજી ડે' ઉજવાયો:બાળકોએ ઈમોજી કટઆઉટ અને ફુગ્ગાઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment