Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભવ્ય વિચાર ગોષ્ઠી:રાષ્ટ્રના પુનઃનિર્માણમાં મહિલા, વ્યાવસાયિક સમૂહોની શક્તિનો મહત્તમ ઉપયોગ જરૂરી છે

    3 days ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ નગર દ્વારા પાટણ ખાતે માતૃશક્તિ વિષય પર એક વિશેષ પ્રમુખ નાગરિક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહેલા સંઘ દ્વારા આયોજિત આ ગોષ્ઠીનો મુખ્ય હેતુ રાષ્ટ્રના પુનઃનિર્માણમાં મહિલાઓ અને વિવિધ વ્યાવસાયિક સમૂહોની શક્તિનો મહત્તમ ઉપયોગ થાય તે માટેનો હતો. પાટણ ખાતે આર.એસ.એસના ગોષ્ઠી ​કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અનેક આક્રમણખોરોએ આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાના કેન્દ્રો તોડ્યા છતાં હિન્દુ સમાજ ક્યારેય ગુલામ બન્યો નથી. આટલા આક્રમણો સામે પણ જો આપણી સંસ્કૃતિ ટકી રહી હોય તો તેનો મુખ્ય આધાર આપણી મજબૂત પરિવાર રચના છે.પુરુષો આર્થિક ઉપાર્જન કરે છે, પરંતુ પરિવારને સંસ્કારિત રાખવાનું અને પુરુષોને દાયિત્વનું ભાન કરાવવાનું મોટું કાર્ય માતૃશક્તિએ કર્યું છે. તેમણે માતા જીજાબાઈ અને શિવાજી મહારાજના જીવનનો દાખલો આપી સંયુક્ત કુટુંબમાં દાદી-નાનીના કુશળ નેતૃત્વને બિરદાવ્યું હતું.વિચાર ગોષ્ઠી દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ વર્તમાન સમયના ગંભીર પડકારો વિશે ખુલ્લા મને સંવાદ કર્યો હતો. મહિલાઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યારે હિન્દુ પરિવારો ઉપર લવ જેહાદ, લેન્ડ જેહાદ, ટીવી સિરિયલો દ્વારા પરિવાર તોડવાનું પશ્ચિમી આક્રમણ અને મોડા સુધી મોબાઈલ વાપરવાની કુટેવ જેવા સાંસ્કૃતિક આક્રમણો થઈ રહ્યા છે. જન્મદિવસની પાશ્ચાત્ય ઉજવણી અને પાર્ટી કલ્ચરના કારણે યુવા વર્ગ વ્યસનોમાં ફસાયો છે અને પરિવારમાં સંવાદ તૂટ્યો છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, આજે સમાજમાં ભાઈઓ વ્યસન અને બહેનો ફેશન તરફ વળી રહી છે, જે ચિંતાજનક છે. આ પ્રસંગે રમેશભાઈ જોશીએ પાટણની નારી શક્તિને તન, મન અને ધનથી સમાજને યોગ્ય દિશા આપવા આહ્વાન કર્યું હતું. પાટણ જિલ્લા સંઘચાલક ડૉ.નિખિલભાઈ ખમાર, પાટણ નગર સંઘચાલક નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણની સામાજિક ક્ષેત્રે સક્રિય નારી શક્તિઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં 'ઈમોજી ડે' ઉજવાયો:બાળકોએ ઈમોજી કટઆઉટ અને ફુગ્ગાઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    Bangladeshi Media Told Not To Report Sheikh Hasina's Remarks After NDTV Interview

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment