Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના પરાપીપળીયા ગામે તળાવમાંથી યુવકની લાશ મળી:પાર્ટી કર્યા બાદ યુવકને બુટલેગર હર્ષદ મહાજનના પુત્રએ હત્યા નિપજાવી પાણીમાં ફેંકી દીધાનો પરિવારજનોનો આક્ષેપ

    19 hours ago

    રાજકોટ શહેરના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જે મૃતદેહ જય ખાંભરા નામના યુવાનનો હોવાનું સામે આવ્યું છે જેના પરિવારજનોએ યુવકને માર મારી તેના જ મિત્રોએ પાણીમાં ફેંકી દીધો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે જો કે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના કાકાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારો ભત્રીજો તેના મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયો હતો જ્યાંથી પરત આવ્યા બાદ સોમવારે રાત્રે જેનીશ મહાજન, સદ્દામ, ભાવિન પટેલ અને ઋત્વિક પરમાર સાથે પાર્ટી કરતા હશે તેવી આશંકા છે અને બાદમાં બોલાચાલી થતા તેને માર મારી પાણીમાં ફેંકી દીધો છે. ઉલ્લેખનીય છે કે જેમના પર આક્ષેપ છે તે જેનીશ મહાજન નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર છે અને તેના વિરુધ્ધ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાનના જય પ્રભાતભાઈ ખાંભરાના કાકા સુરેશભાઈ ખાંભરાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો જય ખાંભરા તેના મિત્રો જેનીશ મહાજન, સદ્દામ, ભાવિન પટેલ અને ઋત્વિક પરમાર સાથે રાજસ્થાન ફરવા ગયો હતો જ્યાંથી પરત આવી રાજકોટ તેના આ મિત્રો સાથે જ એક કાળા કલરની વર્ના કાર સેલ્ફ ડ્રાઈવમાં ભાડે કરી ફરતા હતા દરમિયાન ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ મને તેના મિત્રો મારફત જાણ થઇ હતી કે પરમ દિવસ સોમવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો તેમની કારનો પીછો કરી રહ્યા હતા જેથી તમામ લોકો પરાપીપળીયા ગામમાં પહોંચ્યા હતા આગળ રસ્તો બંધ થઇ જતા ઉતરી ખેતરમાં જતા રહ્યા હતા દરમિયાન અંધારું હોવાથી જય પાણીમાં પડી ગયો હતો જેથી અમે પરિવારના લોકો બનાવની જાણ થતા સાંજે જ અહીં પહોંચ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રી દરમિયાન અંધારું થઇ જતા જયનો મૃતદેહ મળ્યો ન હતો અને આજે સવારે ફરી 6 વાગ્યાથી ફાયર વિભાગે શોધખોળ કરતા જયનો મૃતદેહ મળી આવ્યો હતો. જયના મિત્રોએ સોમવારે રાત્રે બનાવ બન્યો હતો તો મંગળવાર સાંજ સુધી કેમ અમને કે પોલીસને જાણ ન કરી તે સવાલ અમને સતાવી રહ્યો છે આ ઉપરાંત જયના જે મિત્રો છે એ નશા કરવાની ટેવ ધરાવતા હોવાથી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તેઓ 5000 રૂપિયા માટે પણ હત્યા કરી શકે તેવા છે મારા ભત્રીજાને વિમાના 90,000 રૂપિયા આવ્યા હતા જે પણ વાપરી નખાવી બાદમાં સોમવારે રાત્રે નશો કરાવી બોલાચાલી કરી માર મારી પાણીમાં ફેંકી દીધો હોવાની અમને પુરી શંકા છે. પરિવારના સભ્યોને તેના મિત્રોએ તેમની પાછળ કોઈ અજાણ્યા શખ્સો ગાડી લઇ પીછો કરતા હોવાની સ્ટોરી ઉભી કરી હતી જેથી પરાપીપળીયા ગામના સીસીટીવી કેમેરા ચેક કરતા કાળા કલરની વર્ના કારમાં તમામ મિત્રો સાથે ગામમાંથી આગળ જતા જોવા મળી રહ્યા છે પરંતુ તેમની પાછળ કોઈ ગાડી કે વાહનમાં લોકો પીછો કરતા હોય તેવું જોવા નથી મળી રહ્યું માટે જયના મિત્રો ઉપર હત્યાની શંકા વધુ દ્રઢ બની રહી છે માટે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. બનાવ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ.ગઢવી મેડમ તેમજ પીએસઆઈ સહીત કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ જે ચાર મિત્રો પર પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યા છે તેમની પોલીસે પુછપરછ શરૂ કરી છે. કોણ છે બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ મહાજન જેનીશ મહાજન બુટલેગર હર્ષ મહાજનનો પુત્ર છે જેના વિરુદ્ધ અગાઉ મારામારી, છરી વડે હુમલો કરવા તેમજ પોલીસ સ્ટેશન પર સોડા બોટલના ઘા મારવા અને એક વખત પાસા હેઠળ કાર્યવાહી થઇ ચુકી છે. જેમાં ગત 16 જાન્યુઆરી 2026ના રોજ આરોપી જેનીશ મહાજન દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા મારી હુમલો કરી સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જેનીશ મહાજન વિરુધ્ધ અગાઉ જુલાઈ 2025માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઇ ચુકી સી અને પાસાંથી છૂટ્યા બાદ નવેમ્બર 2025ના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેને પાનની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરી માર માર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ:નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, વાપી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ
    Next Article
    દાહોદ શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની વરણી:લીમખેડાના કાચલા ખાતે યોજાયેલ સભામાં નવી ટીમ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment