Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ:નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, વાપી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

    20 hours ago

    વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે ભારે વરસાદ નોંધાયો હતો. સવારે ૬ થી ૮ વાગ્યાના માત્ર બે કલાકમાં વલસાડમાં અંદાજે ૧૦૫ મીમી (૪ ઇંચથી વધુ) વરસાદ ખાબક્યો હતો. આ અચાનક અને ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકો અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના ચલા રોડ અને રેલવે અંડરપાસ સહિતના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોને મુશ્કેલી પડી હતી. આ તરફ, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ઠેર-ઠેર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. પ્રથમ જ ધોધમાર વરસાદમાં સ્માર્ટ સિટી ગણાતા વાપીના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા. કચરાથી ઉભરાતી ગટરોને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો, જે વાપી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા દર્શાવે છે. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે, "કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી આખરે ક્યાં ગઈ?" આ ઘટનાએ પાલિકાના ચોમાસા પૂર્વેના આયોજન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    આકાંક્ષાથી છૂટાછેડા પર ગૌરવ ખન્ના કહ્યું:'પ્રેમ આજે પણ એટલો જ છે, તે મારી પત્ની છે'; એક્ટ્રેસે કહ્યું- 'તેને બાળકો જોઈએ છે, મારે નથી જોઈતાં'
    Next Article
    રાજકોટના પરાપીપળીયા ગામે તળાવમાંથી યુવકની લાશ મળી:પાર્ટી કર્યા બાદ યુવકને બુટલેગર હર્ષદ મહાજનના પુત્રએ હત્યા નિપજાવી પાણીમાં ફેંકી દીધાનો પરિવારજનોનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment