Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારુ પીધા બાદ ભાવનગરમાં યુવકનું મોત:ઘોઘાના ખરકડી ગામે 4 યુવકોએ દારૂની મહેફીલ માણી, બેભાન થતાં 24 કલાકથી તમામ સારવાર હેઠળ

    14 hours ago

    બે દિવસ પહેલા ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામના વાડી વિસ્તારમાં દારુ પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં 4 લોકોએ દારુ પીધો હતો અને 24 કલાક સુધી બેભાન રહ્યા હતા. ત્યાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.25) નામના યુવકનું મોત થયું હતું. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચાર હોસ્પિટલમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ. 24) ભાવનગરની અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એક અજાણી વ્યક્તિ જામનગરમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તા.18 ના રોજ ઉપેન્દ્રસિંહને શ્વાસ લેવાની તકલીફ તેમજ ઉલટી ઉપકા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આજરોજ સર્ટી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મૃતક યુવકના પરિવારજનોએ ડોક્ટરને યુવકે બે દિવસ પહેલા દારૂનું સેવન કર્યું હોવાનું જણાવ્યું હતું, ત્યારે ડોક્ટરના જણાવ્યા મુજબ યુવકનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    'બોસ' સ્કેમનો પર્દાફાશ, પાકિસ્તાન-ચીનના કોલ સેન્ટરનું કનેક્શન ખુલ્યું:સાયબર ફ્રોડ કરનારને વોટ્સએપ એકાઉન્ટ પૂરું પાડનાર બે ઝડપાયા, સિમ કાર્ડના OTPએ ખેલ ખોલ્યો
    Next Article
    રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ગોરખા એડિશન લોન્ચ:ગોરખા ગ્રીન કલર અને ખુખરી સિમ્બોલથી સજ્જ રેટ્રો લુક, કિંમત ₹2.10 લાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment