Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની વરણી:લીમખેડાના કાચલા ખાતે યોજાયેલ સભામાં નવી ટીમ જાહેર

    18 hours ago

    અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દાહોદ જિલ્લાની કારોબારી બેઠક અને સાધારણ સભા લીમખેડા તાલુકાના ઢઢેલા ગામના કાચલા ખાતે ગુજરાત પ્રાંત અધ્યક્ષ મિતેશ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષ દેસિંગ તડવીએ ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકોનું સ્વાગત કર્યું હતું. સભામાં જિલ્લા મહામંત્રી જનક પટેલ દ્વારા ગત સભાનું કાર્યવૃત્ત રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. સાથે જ દિનેશ પટેલ દ્વારા વર્ષ 2025-26ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેનો પણ સ્વીકાર થયો હતો. આ બેઠકમાં સંગઠનના મજબૂતીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ સંગઠનાત્મક માળખું, સદસ્યતા અભિયાન અને શિક્ષકોના હિતમાં કરવામાં આવતા કાર્યો વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંત અધ્યક્ષ મિતેશ ભટ્ટે સરકાર સમક્ષ મૂકવામાં આવેલી રજૂઆતો અને સંસ્થાની સિદ્ધિઓનો ચિતાર આપીને કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા. ત્યારબાદ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી દિનેશ પટેલે દાહોદ જિલ્લાના 9 સંવર્ગોની જિલ્લા ટીમ અને તાલુકા સ્તરના માધ્યમિક સંવર્ગના સંગઠનોનું વિસર્જન જાહેર કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2026-2029ના કાર્યકાળ માટે નૂતન ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. નવી ટીમમાં અધ્યક્ષ તરીકે દેસિંગ તડવી, મહામંત્રી તરીકે કાલિદાસ પટેલ, સંગઠન મંત્રી તરીકે કિશન કોળી અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હોદ્દાઓ પર ભારતસિંહ રાઠવા, વિરેન્દ્ર તાવિયાડ, અનિલ પટેલીયા, રાકેશ બારીયા અને મહિલા ઉપાધ્યક્ષ તરીકે જ્યોતિબાલા સોલંકી સહિતના સભ્યોની પસંદગી કરવામાં આવી છે. સંગઠનના કોષાધ્યક્ષ તરીકે શનુભાઈ ભાભોર, મહિલા મંત્રી તરીકે કોમલબેન મખોડીયા, પ્રચાર-પ્રસાર મંત્રી તરીકે રાજેન્દ્ર બારીયા તથા અન્ય સહાયક હોદ્દેદારો અને રાજ્ય પ્રતિનિધિઓની પણ વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કલ્યાણમંત્રના પઠન સાથે સભાનું સમાપન થયું હતું, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી જનક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના પરાપીપળીયા ગામે તળાવમાંથી યુવકની લાશ મળી:પાર્ટી કર્યા બાદ યુવકને બુટલેગર હર્ષદ મહાજનના પુત્રએ હત્યા નિપજાવી પાણીમાં ફેંકી દીધાનો પરિવારજનોનો આક્ષેપ
    Next Article
    CBSE Class 12 Re-evaluation Results 2026: Over 99.7% Outcomes Declared, Says Board

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment