Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં બાળ મજૂરી નાબૂદી સેમિનાર યોજાયો:ગીર સોમનાથ શ્રમ અધિકારીએ કાયદાકીય જોગવાઈઓ સમજાવી

    2 days ago

    ગીર સોમનાથ સરકારી શ્રમ અધિકારી દ્વારા વેરાવળના જી.આઈ.ડી.સી. એસોસિએશન અને રેયોન ઇન્ડસ્ટ્રીઝ ખાતે "બાળ મજૂરી નાબૂદી સેમિનાર" યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી અંગે જાગૃતિ લાવવાનો હતો. સેમિનારમાં સરકારી શ્રમ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા બાળ અને તરૂણ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986ની વિવિધ કલમો અને જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને 0થી 14 વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામે ન રાખવા અને 14 થી 18 વર્ષના તરૂણોને કોઈપણ પ્રકારના જોખમી કામોમાં સામેલ ન કરવા સમજાવવામાં આવ્યું હતું. બિનજોખમી કામોમાં તરૂણોને રાખવાના કિસ્સામાં પાલન કરવાના થતા કાયદાકીય નિયમોથી પણ માહિતગાર કરાયા હતા. કાયદાની જોગવાઈઓનો ભંગ કરવો એ ગંભીર ગુનો છે, જેમાં રૂ. 20,000થી રૂ. 1,00,000 સુધીનો દંડ અને 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈઓ વિશે માહિતી અપાઈ હતી. આ સેમિનારમાં હાજર એસોસિએશનના સભ્યોના માધ્યમથી જિલ્લાના તમામ ઉદ્યોગો, દુકાનો અને સંસ્થાઓના માલિકોને બાળ મજૂરોને તેમની સંસ્થામાં કામ પર ન રાખવા અપીલ કરવામાં આવી હતી. જી.આઈ.ડી.સી. વિસ્તારની વિવિધ કંપનીઓના માલિકો, પ્રતિનિધિઓ અને શ્રમ તંત્રના અધિકારીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાહન ચોરીના વણઉકેલ્યા ગુનાનો પર્દાફાશ:સંત કવરામ ચોક માંથી ચોરીના મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ
    Next Article
    વિધવા સાથે દુષ્કર્મ અને છેતરપિંડી:લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું, ધંધો કરવાનું કહીને 19.91 લાખ રોકડ અને 18 તોલા સોનું પડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment