Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહન ચોરીના વણઉકેલ્યા ગુનાનો પર્દાફાશ:સંત કવરામ ચોક માંથી ચોરીના મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ

    2 days ago

    ભાવનગર રેન્જ આઈ.જી.પી. અને પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને ભાવનગર S.O.G દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, આ દરમિયાન બાતમીના આધારે પોલીસે એક ચોરીના મોટરસાયકલ સાથે એક ઈસમને રંગેહાથ ઝડપી લઈ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો, આ બનાવ અંગે એલસીબી કચેરી ખાતે થી જાણવા મળતી વિગતો અનુસાર S.O.G. શાખાના પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે S.O.G. ની ટીમે શહેરના સંત કવરરામ ચોક વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા અજય ઉર્ફે ચકિયો રાજુભાઈ વાઘેલા (મારવાડી) નામના શખ્સને અટકાવ્યો હતો, તેની પાસે રહેલા સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ-04-BH-3777 અંગે પોલીસે 'ઈ-ગુજકોપ' સોફ્ટવેરમાં તપાસ કરતા તે ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું, તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ મોટરસાયકલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો નોંધાયેલા હતો, જેમાં પોલીસે 15,000 રૂપિયાની કિંમતનું આ મોટરસાયકલ કબ્જે કરી આરોપી અજય ઉર્ફે ચકિયો રાજુભાઈ વાઘેલા ઉ.વ.20, રહે. હલુરિયા તથા જશોનાથ ચોક ફૂટપાથ, ભાવનગર ની અટકાયત કરી હતી. ​ઝડપાયેલા આરોપી અને કબજે કરેલા વાહનને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે..
    Click here to Read More
    Previous Article
    વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા:સુરતમાં સ્કૂલ વાન ફસાતા બાળકો માંડ બચ્યા, ક્રેન ખાડીના પાણીમાં ફસાતા અફરાતફરી; રાજ્યમાં જૂનમાં સરેરાશ સવા ઈંચ વરસાદ
    Next Article
    વેરાવળમાં બાળ મજૂરી નાબૂદી સેમિનાર યોજાયો:ગીર સોમનાથ શ્રમ અધિકારીએ કાયદાકીય જોગવાઈઓ સમજાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment