Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધવા સાથે દુષ્કર્મ અને છેતરપિંડી:લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યું, ધંધો કરવાનું કહીને 19.91 લાખ રોકડ અને 18 તોલા સોનું પડાવ્યું

    2 days ago

    અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતી એક વિધવાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મહેસાણા અને ગાંધીધામના બે વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ મહિલાનો ફેસબુક મારફતે રાહુલ પટેલ નામના યુવક સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે સતત ફોન પર વાતચીત થતી હતી. રાહુલે પોતે પત્નીથી અલગ રહેતો હોવાનું અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈને ફરિયાદી સાથે લગ્ન કરવાની વાત કરી હતી.પરિવારની સંમતિ બાદ મહિલાએ લગ્ન માટે હા પાડી હતી. મહિલા પાસેથી તબક્કાવાર રૂ.4.16 લાખ મેળવી લીધા વિશ્વાસમાં લઈને રાહુલે ધંધો શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયાની જરૂર હોવાનું કહી મહિલા પાસેથી તબક્કાવાર રૂ.4.16 લાખ મેળવી લીધા હતા. બાદમાં મહિલાએ પોતાના 18 તોલા સોનાને ગીરવે મૂકીને લીધેલી લોનના બાકી રૂ.2.60 લાખ ભરવાના હોવાનું જણાવતાં રાહુલે અમદાવાદ બોલાવી પોતાના ભાઈ મારફતે મદદ કરાવવાનું કહ્યું હતું. સોનુ છોડાવ્યા બાદ આરોપીએ પોતાની પાસે રાખી લીધું મહિલા પોતાના પુત્ર સાથે અમદાવાદ આવી હતી, જ્યાં આરોપી તેને એરપોર્ટ પરથી લઈ ગયો હતો.ઉંઝામાં રૂ.2.60 લાખ ભરીને સોનુ છોડાવ્યા બાદ આરોપીએ સોનુ પોતાની પાસે રાખી લીધું હતું. ત્યારબાદ શહેરની એક હોટલમાં લગ્નનું વચન આપીને મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વિવિધ વ્યવસાયમાં રોકાણ કરાવવાના બહાને વધુ પૈસા પડાવ્યા આરોપીએ મહિલાને અમદાવાદમાં સ્થાયી કરાવવાનું અને વિવિધ વ્યવસાયમાં રોકાણ કરાવવાના બહાને વધુ નાણાં મેળવ્યા હતા. માર્ચ-2026માં હૈદરાબાદ જઈ પ્લાસ્ટિક ફેક્ટરીમાં રોકાણના નામે રૂ.6 લાખ અને ફ્લેટ અપાવવાના બહાને વધુ રૂ.2.48 લાખ પડાવ્યા હતા.મહિલાએ પોતાનું 18 તોલા સોનુ પરત માંગતા આરોપીએ તેના ભાઈ સાથે વાત કરાવી હતી, જેણે સોનુ પરત આપવાની ખાતરી આપી હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું કે સોનુ ગીરવે મૂકી તેના પર રૂ.16.50 લાખની લોન લેવામાં આવી હતી. કુલ રૂ.19.91 લાખ અને 18 તોલા સોનુ પણ સોંપ્યું ફરિયાદ મુજબ, મહિલાએ આરોપીને અલગ-અલગ રીતે કુલ રૂ.19.91 લાખ આપ્યા હતા, ઉપરાંત 18 તોલા સોનુ પણ સોંપ્યું હતું. મે મહિનામાં કોર્ટ મેરેજ માટે બોલાવી આરોપી ફરાર થઈ જતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે બળાત્કાર અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં બાળ મજૂરી નાબૂદી સેમિનાર યોજાયો:ગીર સોમનાથ શ્રમ અધિકારીએ કાયદાકીય જોગવાઈઓ સમજાવી
    Next Article
    Alia Bhatt’s Alpha gets UA 16+ rating: CBFC mutes expletives, cuts stabbing scenes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment