Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પોલીસે બિનવારસુ કાર માલિકને પરત કરી:"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ કામગીરી, કારમાલિકે ખુશી વ્યક્ત કરી પોલીસનો આભાર માન્યો

    3 days ago

    જામનગર જિલ્લા પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પંચકોશી "એ" ડિવિઝન પોલીસે બિનવારસુ હાલતમાં મળી આવેલી એક કાર તેના મૂળ માલિકને પરત કરી હતી. આ કામગીરી જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા તથા પંચકોશી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસને પંચકોશી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મારુતિ ઇકો કાર (રજી. નં. જી.જે. ૧૦ ડી.એ. ૨૩૯૦) બિનવારસુ હાલતમાં મળી આવી હતી. આ કારની કિંમત આશરે રૂ. ૩ લાખ અંદાજવામાં આવી હતી. વાહનના માલિકને શોધવા માટે પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશન અને ઈ-ગુજકોપનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, કારના મૂળ માલિક અયુબભાઈ સિદ્દીકભાઈ સમેજા, જે જોડીયાભૂંગા, બેડી બંદર રોડ, જામનગરના રહેવાસી છે, તેમનું નામ સામે આવ્યું હતું. જરૂરી ચકાસણી અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, પોલીસે આ કાર તેના મૂળ માલિક અયુબભાઈ સમેજાને પરત સોંપી હતી. કાર પરત મળતા માલિકે ખુશી વ્યક્ત કરી જામનગર પોલીસનો આભાર માન્યો હતો. "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ, પોલીસ લોકોની ખોવાયેલી અથવા બિનવારસુ મિલકતો તેમના હકદાર માલિકોને પરત આપવાનું કાર્ય સતત કરી રહી છે, જે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ:24 કલાકમાં 75 તાલુકામાં મેઘમહેર, આજે 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
    Next Article
    આદરીયાણા ગામે જુગારધામ ઝડપાયું:LCBએ દરોડો પાડી 9 જુગારીઓને રંગેહાથ ₹2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, 6 શખસોની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment