Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદરીયાણા ગામે જુગારધામ ઝડપાયું:LCBએ દરોડો પાડી 9 જુગારીઓને રંગેહાથ ₹2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, 6 શખસોની શોધખોળ શરૂ

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાટડી તાલુકાના આદરીયાણા ગામે ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે સ્થળ પરથી 9 શખસોની ધરપકડ કરી રોકડ રકમ, મોબાઇલ અને મોટરસાઇકલ સહિત કુલ 2,20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા કડક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટડી તાલુકાના આદરીયાણા ગામે જાહેર જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. પોલીસના દરોડા દરમિયાન ગંજી પાના વડે તીન પત્તીનો જુગાર રમતા 9 શખસો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જુગાર ધારા હેઠળ ગુનો પોલીસે ઘટનાસ્થળેથી રોકડા 44,500 રૂપિયા, 35,500 રૂપિયાની કિંમતના 8 નંગ મોબાઇલ ફોન અને 1,40,000 રૂપિયાની કિંમતના 7 નંગ મોટરસાઇકલ મળી કુલ 2,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન અન્ય 6 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની યાદી ફરાર આરોપીઓ દિવ્યરાજસિંહ ભાવુભા ઝાલા (રહે. ઝીંઝુવાડા, તા. પાટડી) વાહન ચાલક - GJ-13-AF-9159 વાહન ચાલક - GJ-01-LR-9983 વાહન ચાલક - GJ-38-C-4772 વાહન ચાલક - GJ-13-BB-3458 વાહન ચાલક - GJ-13-BD-6563 જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ રોકડ રકમ: 44,500 રૂપિયા મોબાઇલ (8 નંગ): કિંમત 35,500 રૂપિયા મોટરસાઇકલ (7 નંગ): કિંમત 1,40,000 રૂપિયા કુલ મુદ્દામાલ: 2,20,000 રૂપિયા કામગીરી કરનાર પોલીસ ટીમ આ સફળ કામગીરી સુરેન્દ્રનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. શીંગરખીયા, પીએસઆઈ આર. જી. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ એન. એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડ, સંજય પાઠક, વીરપાલસિંહ ઝાલા, અનવરખાન મલેક અને સાહીલ સેલતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર પોલીસે બિનવારસુ કાર માલિકને પરત કરી:"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ કામગીરી, કારમાલિકે ખુશી વ્યક્ત કરી પોલીસનો આભાર માન્યો
    Next Article
    પોલીસે વડોદરાથી પીછો કરી અમદાવાદ ખાતેથી બસમાંથી આરોપીને પકડ્યો:ચિલોડા પોલીસે પોક્સોના ગુનામાં ભોગ બનનાર બાળકીને મુક્ત કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment