Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે વડોદરાથી પીછો કરી અમદાવાદ ખાતેથી બસમાંથી આરોપીને પકડ્યો:ચિલોડા પોલીસે પોક્સોના ગુનામાં ભોગ બનનાર બાળકીને મુક્ત કરાવી

    3 days ago

    ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનાના સંબંધમાં પોલીસે કાર્યવાહી કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી બાળકીને લઈને પાવાગઢ તરફ છે. પોલીસે ટીમ બનાવીને પીછો કર્યો હતો અને આરોપી વાહનો બદલતો હોવા છતાં તેને અમદાવાદ ખાતે સરકારી બસમાંથી પકડી પાડ્યો હતો અને બાળકીને મુક્ત કરાવી હતી. ચિલોડા પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુના સંદર્ભે ઉપરી પોલીસ અધિકારીઓ દ્વારા ભોગ બનનાર બાળકી અને આરોપીને શોધી કાઢવા માટે ચિલોડા પોલીસને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ચિલોડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ, સોશિયલ મીડિયા એપ્લિકેશન અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસ ટીમને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી પ્રકાશ ઠાકોર (રહે. પહાડીયા, દોલારાણા વાસણા, ગાંધીનગર) બાળકીને લઈને પાવાગઢ વિસ્તારમાં હાજર છે. આથી પોલીસની ટીમ તાત્કાલિક પાવાગઢ જવા રવાના થઈ હતી. આરોપી પોલીસથી બચવા માટે વારંવાર પોતાના વાહનો બદલી રહ્યો હતો. પોલીસ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વડોદરાના હાલોલ-કાલોલ ચોકડીથી આરોપીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. અંતે પોલીસે અમદાવાદ ખાતે સરકારી બસમાંથી ભોગ બનનાર બાળકીને શોધી કાઢી હતી અને આરોપીને પકડી પાડીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ચિલોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે સાથે મળીને બાળકી અને આરોપીને શોધી કાઢ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આદરીયાણા ગામે જુગારધામ ઝડપાયું:LCBએ દરોડો પાડી 9 જુગારીઓને રંગેહાથ ₹2.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, 6 શખસોની શોધખોળ શરૂ
    Next Article
    "Microsoft Powered Genocide": Employee Resigns, Sends Mass Email

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment