Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ:24 કલાકમાં 75 તાલુકામાં મેઘમહેર, આજે 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

    3 days ago

    ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. જો કે, હવે જુલાઈમાં મેઘકૃપા વરસવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારે છથી આઠ વાગ્યા સુધીમાં વાપીમાં 4.13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો 30 જૂને સુરત શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદના કરાણે પાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પણ પોલ ખુલ્લી પડી ગઈ હતી. પ્રથમ વરસાદમાં જ શહેરમાં રસ્તાઓ તૂટ્યા, વૃક્ષો પડ્યા અને ગરનાળા સ્વિમિંગ પુલ બની જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
    Click here to Read More
    Previous Article
    From Rs 300 to Rs 450, Centre notifies VB-G RAM G wage rates
    Next Article
    જામનગર પોલીસે બિનવારસુ કાર માલિકને પરત કરી:"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ કામગીરી, કારમાલિકે ખુશી વ્યક્ત કરી પોલીસનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment