Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:પંચાસર રોડ પરના ખાડા પૂરવાની કોન્ટ્રાક્ટરને નોટિસ આપી તંત્રે હાથ અધ્ધર કર્યા

    1 day ago

    મોરબીમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલો પંચાસર રોડ ટૂંક સમયમાં જ ધૂળધાણી થઈ ગયો છે. સિમેન્ટ કોંક્રિટથી પંચાસર રોડને મજબુત બનાવ્યાનો દાવો ખોટો ઠર્યો હતો. આ નવા નકોર રોડની ટૂંકાગાળામાં એટલી હદે ભયાનક દુર્દશા થઈ ગઈ હતી કે, એક સાંધો ત્યાં તેર તૂટે તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. દેખીતી રીતે જ રોડની એકદમ હલકી ગુણવત્તાની સામગ્રી વાપરી રોડની નબળી કામગીરી થઈ હોય છતાં મનપાએ કોન્ટ્રાકટરને છાવરતા હોય એમ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર 15 દિવસમાં ખાડાની મરામત કરવાની નોટિસ ફટકારી કાર્યવાહી કર્યાનો સંતોષ માનતા તંત્રની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. મોરબીના મહત્વના એવા પંચાસર રોડ પર દબાણો હટાવીને કરોડો રૂપિયાના ખર્ચે પંચાસર રોડને સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટરે રોડના કામમાં શરૂઆતથી લોલમલોલ જ ચલાવ્યું હતું. રોડનું કામ એકદમ ધીમી ગતિએ કરતા બે વર્ષે પણ પંચાસર રોડનું કામ પૂર્ણ થયું ન હતું. છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.નવો નકોર સિમેન્ટ રોડ પ્રથમ વરસાદ સામે ટકી ન શકતા રોડનું કામ કરનાર કોન્ટ્રાકટ એજન્સીની કામગીરી સામે શંકાની સોય તકાઇ હતી.કારણ કે, પંચાસર રોડ થોડા સમયમાં જ સિમેન્ટથી મજબૂત હોવા છતાં તૂટી ગયો અને વારંવાર ખાડા પડતા ગયા. બ્લેક લીસ્ટ કરવાને બદલે માત્ર નોટિસ ખાડા પર થુંકના સાંધા કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કોન્ટ્રાકટર પાસે જ એના ખર્ચે જ ફરીથી આ નવા રોડની કામગીરી કરાવી જોઇએ તેમજ તેને બ્લેક લિસ્ટ કરી કડક એક્શન લેવાને બદલે મનપાએ માત્ર કોન્ટ્રાકટરને નોટિસ જ ફટકારી છે. એ નોટિસમાં પણ 15 દિવસમાં ખાડાનું રીપેરીંગ કરવાની સૂચના આપી છે. આથી મનપાની ખોરી નીતિ ઉજાગર થયા વિના રહેતી નથી.
    Click here to Read More
    Previous Article
    ગેસ એજન્સીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા:તાળું ન તૂટતાં ગોડાઉનનો દરવાજો જ હૂકમાંથી કાઢી લઇ 30 ગેસ સિલિન્ડરની ચોરી
    Next Article
    જૂન 2031 સુધી નિયમ લાગુ:મોરબીના વધુ ચાર વિસ્તારમાં લાગુ થયો અશાંતધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment