Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂન 2031 સુધી નિયમ લાગુ:મોરબીના વધુ ચાર વિસ્તારમાં લાગુ થયો અશાંતધારો

    एक दिन पहले

    મોરબી શહેરમાં વધુ ચાર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.ઓક્ટોબર 2022માં વાવડી, વજેપર, તેમજ જુના મોરબી તરીકે જાણીતા કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયા બાદ હવે વધુ ચાર વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે. આ ચાર વિસ્તારમાં કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં હવે કલેક્ટરની મંજૂરી વિના દસ્તાવેજ થઈ શકશે નહી. અને આ પૂર્વે પ્રાંત અધિકારી તેમજ પોલીસ તપાસ થશે. સ્થાનિકો લોકોમાં નિવેદન આઘારે પંચનામુ થયા બાદ તેમનો પોઝીટીવ રિપોર્ટ બાદ આગળ મંજૂરી માટે પ્રક્રિયા શરૂ થશે. કાયદાની જરૂરિયાત ક્યા હેતુથી પડી આ કાયદો લાવવા પાછળના હેતુઓ નીચે મુજબ 1. દબાણ હેઠળ વેચાણ અટકાવવું: તોફાનો અથવા અસુરક્ષાની ભાવનાનો ફાયદો ઉઠાવીને અસામાજિક તત્વો લઘુમતી કે નબળા વર્ગની મિલકતો સસ્તા ભાવે પડાવી ન લે, તે માટે આ કાયદો કવચ પૂરું પાડે છે. 2. કોમી સૌહાર્દ અને વસતી સંતુલન: કોઈ વિસ્તારમાં અચાનક વસતીનું માળખું બદલાઈ ન જાય અને તેના કારણે ભવિષ્યમાં મોટા કોમી તોફાનો ન થાય, તે માટે ભૌગોલિક સંતુલન જાળવવું. 3. ગેરકાયદે કબજા સામે રક્ષણ: અશાંત વિસ્તારોમાં ભાડૂતોને ધાક-ધમકીથી ખાલી કરાવવા સામે કાયદાકીય રક્ષણ મળે છે. 4. અશાંત ધારો લાગુ હોય તેવા વિસ્તારમાં મિલકત ખરીદવી કે વેચવી હોય, તો સ્થાનિક તંત્ર માં નીચે મુજબની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે: 5. સંયુક્ત અરજી : ખરીદનાર અને વેચનાર બંને પક્ષોએ સંયુક્ત રીતે નિયત ફોર્મમાં કલેક્ટર અથવા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ડેપ્યુટી કલેક્ટર) ની કચેરીમાં અરજી કરવાની રહે છે. 6. જરૂરી દસ્તાવેજો : મિલકતના માલિકી હક્કના કાગળો (દસ્તાવેજ, ઇન્ડેક્સ, પ્રોપર્ટી કાર્ડ વગેરે). ખરીદનાર અને વેચનાર બંનેના સોગંદનામા, જેમાં વેચનાર લખી આપે છે કે તે સ્વેચ્છાએ અને કોઈ પણ પ્રકારના ડર કે દબાણ વગર મિલકત વેચી રહ્યો છે. _જંત્રી દરનું પ્રમાણપત્ર. 7. સ્થાનિક પંચનામું અને પોલીસ તપાસ : અરજી મળ્યા બાદ કલેક્ટર કચેરી દ્વારા જે-તે વિસ્તારના મામલતદાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવે છે. પોલીસ સ્થળ પર જઈને આજુબાજુના લોકોની પૂછપરછ કરે છે અને પંચનામું તૈયાર કરે છે કે આ સોદો ખરેખર ન્યાયી છે કે નહીં. 8. સુનાવણી અને આખરી હુકમ : મામલતદાર અને પોલીસનો રિપોર્ટ સકારાત્મક આવ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર/કલેક્ટર બંને પક્ષોને સાંભળે છે. જો બધું કાયદેસર જણાય, તો અશાંત ધારા હેઠળ ''મંજૂરી પ્રમાણપત્ર'' આપવામાં આવે છે. 9. નોંધણી પ્રમાણપત્ર મળ્યા બાદ જ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જે-તે મિલકતનો પાકો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર થઈ શકે છે. જો મંજૂરી વગર દસ્તાવેજ થાય, તો સબ-રજિસ્ટ્રાર તેને સ્વીકારતા નથી. અશાંત ધારો કયા સંજોગોમાં લાગુ પડે ?‎ 1. સરકારે કાયદાની જોગવાઈઓને વધુ વ્યાપક બનાવી છે, જેથી ભવિષ્યમાં જ્યાં કોમી તણાવને કારણે જાહેર વ્યવસ્થા ખોરવાવાની કે વસતીનું સંતુલન બગડવાની સંભાવના હોય, ત્યાં પણ સરકાર અગાઉથી જ આ ધારો લાગુ કરી શકે છે. 2. એવા વિસ્તારો જ્યાં હિંસા કે ભીડ દ્વારા થતી તોડફોડને કારણે જાહેર શાંતિનો ભંગ થવાની શક્યતા વધુ હોય. 3. કોઈ એક ચોક્કસ સમુદાયના દબાણ કે ડરના કારણે બીજા સમુદાયના લોકો પોતાની મિલકતો સસ્તા ભાવે વેચીને ત્યાંથી પલાયન કરવા મજબૂર બનતા હોય. 4. જે વિસ્તારોમાં ભૂતકાળમાં મોટા પાયે કોમી તોફાનો થયા હોય અથવા વારંવાર બે જૂથો વચ્ચે તણાવ થતો હોય મિલકત વેચવાની પ્રક્રિયા અને કડક જોગવાઈઓ‎ 1. મિલકત વેચનાર અને ખરીદનારે સંયુક્ત રીતે કલેક્ટર ઓફિસમાં અરજી કરવી પડે છે. 2. કલેક્ટર અને સ્થાનિક પોલીસ તપાસ કરે છે કે આ સોદો કોઈના દબાણ વગર, ખરીદનાર-વેચનારની મુક્ત સંમતિથી અને બજાર કિંમત મુજબ થઈ રહ્યો છે કે નહીં. 3. વર્ષ ૨૦૨૦ના સુધારા બાદ આ કાયદાનું ઉલ્લંઘન કરનાર (ગેરકાયદે સોદો કરનાર) માટે સજાની જોગવાઈ કડક કરીને ૩ થી ૫ વર્ષની જેલ અને ભારે દંડ નક્કી કરવામાં આવ્યો છે. 4. જો કલેક્ટરને કોઈ સોદામાં ગેરરીતિ જણાય, તો તેઓ પોતાની મેળે સુઓ મોટો તપાસ કરી સોદો રદ કરાવી શકે છે
    Click here to Read More
    Previous Article
    મોરબી:પંચાસર રોડ પરના ખાડા પૂરવાની કોન્ટ્રાક્ટરને નોટિસ આપી તંત્રે હાથ અધ્ધર કર્યા
    Next Article
    પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન:દ્વારકાધીશજી મંદિરે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત મહિલા પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન-હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment