Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન:દ્વારકાધીશજી મંદિરે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત મહિલા પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન-હુમલો

    1 day ago

    યાત્રાધામના દ્વારકાધીશજી મંદિર પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કર્મચારી પર હુમલો તથા ગેરવર્તન કરવાના બનાવ મામલે પોલીસે સુરતના પાંચ દર્શનાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ દ્વારકાધીશજી મંદિરમાં 29મી જુનુ પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભીડ નિયંત્રણ અને દર્શનાર્થીઓની લાઇન વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલા લોકરક્ષક સેજલબેન જેસીંગભાઈ રાઠોડ પણ દ્વારકાધીશ મંદિર સુરક્ષા વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા.જેમાં સવારે આશરે 11.15 કલાકે લાઇનમાં ઉભેલા કેટલાક દર્શનાર્થીઓએ નિયમનો ભંગ કરી આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે અન્ય દર્શનાર્થીઓ સાથે બોલાચાલી થતાં ફરજ પર રહેલા મહિલા પોલીસ કર્મચારી સેજલબેન તેમજ એસ.આર.પી.ના એ.એસ.આઈ. રામભાઈ બોળીયાએ તેમને સમજાવી શાંતિ જાળવવા અને યોગ્ય રીતે લાઇનમાં રહેવા જણાવ્યું હતું. પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવતાં કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું.જેની ફરિયાદ મુજબ ત્રણ મહિલાએ સેજલબેન સાથે ઝપાઝપી કરી, માર માર્યો અને વાળ ખેંચ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સાથેના બે પુરુષોએ પણ દરમિયાનગીરી કરનાર લોકોને રોકવાનો પ્રયાસ કરી ગાળો આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બનાવ દરમિયાન મહિલા પોલીસ કર્મચારીના યુનિફોર્મને નુકસાન થયું હતું તેમજ વ્હીસલ ગાર્ડ અને સોલ્ડર બેઝ ખેંચાઈ ગયા હતા. કાનની બુટી પણ પડી ગઈ હતી. ઘટનાને પગલે મંદિર પરિસરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મચારીઓ અને હાજર લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો અને તમામ લોકોને મંદિર પોલીસ ચોકી ખાતે લઈ જવાયા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં પકડાયેલા તમામ વ્યક્તિઓ સુરત શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ તરીકે હેમેશ્વરી અનીલભાઈ પાટીલ, સીમાબેન ત્રિભુવનદાસ દેવરે, સંગીતાબેન અનીલભાઈ પાટીલ, ચેતનભાઈ અનીલભાઈ પાટીલ અને અજય મનોહર વાઘના નામ સામે આવ્યા છે. હુમલામાં ઈજાગ્રસ્ત મહિલા પોલીસ કર્મચારીને મોઢા તથા કાનના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેઓની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં મારામારી, સરકારી કર્મચારીની ફરજમાં અડચણ, ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર મામલાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ સુરૂભા ગોહીલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂન 2031 સુધી નિયમ લાગુ:મોરબીના વધુ ચાર વિસ્તારમાં લાગુ થયો અશાંતધારો
    Next Article
    કોલિયા કેનાલ પરના દબાણો સામે નરમ કેમ ?‎:લુણાવાડામાં કોલિયા કેનાલ પરના દબાણો યથાવત, તો ખેડૂતોની જમીન સંપાદન કેમ ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment