Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલિયા કેનાલ પરના દબાણો સામે નરમ કેમ ?‎:લુણાવાડામાં કોલિયા કેનાલ પરના દબાણો યથાવત, તો ખેડૂતોની જમીન સંપાદન કેમ ?

    1 day ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગની બેવડી નીતિ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો ગંભીર આક્ષેપ છે કે, તંત્ર વિકાસના નામે ગરીબ ખેડૂતોની કિંમતી જમીનો છીનવી રહ્યું છે. જ્યારે કરોડોની સરકારી જમીન પચાવી પાડનારા ભૂ-માફિયાઓ સામે કેમ કાર્યવાહી થતી નથી ? લુણાવાડા-શામળાજી હાઈવે પાસેની કરોડોની કિંમતી કોલીયા કારવા માયનોર કેનાલ પર બિલ્ડરોએ ગેરકાયદે શોપિંગ સેન્ટરો અને દુકાનો તાણી બાંધી છે. સિંચાઈ વિભાગે દબાણ હટાવવાનો માત્ર દેખાડો કર્યો હતો. પરંતુ એક વર્ષ બાદ પણ દબાણો યથાવત છે. અને હવે બિલ્ડરોને ફાયદો કરાવવા સિંચાઈ વિભાગે સરકારમાં ભૂગર્ભ કેનાલ બનાવવાનો પ્રપોઝલ મોકલ્યો છે. દબાણકર્તાઓને કાયમી જમીન મળી જાય. જેથી લુણાવાડા નજીક સૂચિત બાયપાસ રોડ પ્રોજેક્ટના જમીન સંપાદન સામે અસરગ્રસ્ત ખેડૂતો એકમંચ પર આવ્યા છે. ખેડૂતોના મતે, અગાઉ તેમના સિંચાઈના પાણી પર તરાપ માર્યા બાદ હવે તેમની પેઢીઓની ઉપજાઉ જમીન છીનવીને તેમને આંદોલન તરફ ધકેલવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ આ સુનિયોજિત ષડયંત્ર સામે રાજ્ય સરકાર કડક પગલાં ભરે તેવી માંગ કરી છે. જૂના દબાણો યથાવત અને નવા પાકા‎બાંધકામોનો રાફડો‎ ​ખેડૂતોની ઉગ્ર રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા એક વર્ષ અગાઉ શરૂ‎કરાયેલી દબાણ હટાવવાની કામગીરી અધૂરી રહી ગઈ છે. પરિણામે‎કેનાલ પર હવે નવા દબાણો ઉભા થઈ ગયા છે. શરૂઆતમાં જે‎બિલ્ડરોએ માત્ર કેનાલ પર નાળા નાખીને રસ્તા બનાવવ્યા હતાં. તેઓ‎હવે કેનાલ પર સીધા પાકા બાંધકામો ખડકી દીધા છે. આ માફિયાઓએ‎માત્ર કેનાલ જ નહીં. પરંતુ તેની બંને બાજુએ આવેલી કિંમતી સરકારી‎જમીન પણ પચાવી પાડીને હડપ કરી લીધી હોવાનું ચર્ચાય છે.‎ મંત્રીના આદેશોને ઘોળીને પી ગયા કેનાલ પરના ગેરકાયદે દબાણો હટાવવા અંગે મંત્રી ઈશ્વરભાઈ પટેલે સિંચાઇ વિભાગના અધિકારીઓને કડક તાકીદ કરી સ્પષ્ટ શબ્દોમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનો અને તેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં સિંચાઇ વિભાગના અધિકારીઓએ મંત્રીના આદેશોને ઘોળીને પી જવા સાથે તેમને પણ ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું હતું. જિલ્લાના વિકાસના બહાના હેઠળ આ જમીન પર ભૂગર્ભ કેનાલ બનાવવાનો પ્રપોઝલ તૈયાર કરી સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે. જે વાસ્તવમાં ભુ માફિયાઓને સીધો આર્થિક લાભ અપાવવા માટેનો એક મોટો ખેલ છે. કેનાલ પરના દબાણો કેમ દૂર કરતા નથી ? સરકાર 'વિકાસ'ની વાતો કરે છે, પણ હકીકતમાં આ વિકાસ અમારા વિનાશનું કારણ બની રહ્યો છે. અગાઉ વિકાસના નામે અમારા હક્કનું પાણી છીનવાય તેવી સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. કોલિયા કેનાલ ગેરકાયદે બાંધકામો કરી કેનાલ પૂરી દીધી છે. છતાં દુર કરતા નથી, હવે બાયપાસ રોડના બહાને અમારી જમીન છીનવાય તેવો ડર છે. અમે વિકાસના વિરોધી નથી, પણ દર વખતે અમારો ભોગ કેમ ? સરકાર તાત્કાલિક અસરથી કેનાલ પરના દબાણો દૂર કરે નહીં તો હવે આંદોલનના કરવા મજબૂર બનીશું. એમ એચ પટેલ. ખેડૂત
    Click here to Read More
    Previous Article
    પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન:દ્વારકાધીશજી મંદિરે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત મહિલા પોલીસકર્મી સાથે અસભ્ય વર્તન-હુમલો
    Next Article
    સ્થાનિક રોજગારીની ઉજળી તકો:ગોધરા જેવી સ્થિતિ રોકવા હાઇ વેલ્યુ સેક્ટર ફાર્મા -કેમિકલ આવશે તો જીઆઇડીસી ધમધમશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment