Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક રોજગારીની ઉજળી તકો:ગોધરા જેવી સ્થિતિ રોકવા હાઇ વેલ્યુ સેક્ટર ફાર્મા -કેમિકલ આવશે તો જીઆઇડીસી ધમધમશે

    1 day ago

    પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ અને ગોધરા બાદ હવે ગોધરા તાલુકાના નદીસર ગામે 105 એકર જમીન પર વૈશ્વિક સ્તરની સ્માર્ટ GIDC સાકાર થવા જઈ રહી છે. જે અંતર્ગત આધુનિક એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ હબ સ્થાપવામાં આવશે. આ સ્માર્ટ જીઆઇડીસીથી આસપાસના 15 જેટલા ગામોના 5,000 થી વધુ સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની નવી તકો મળશે. મહી નદી, પાનમ ડેમ, નર્મદા કેનાલની નજીક હોવા સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને રેલવે કનેક્ટિવિટીની સુવિધાને કારણે ઇન્ડસ્ટ્રિયલ હબ જિલ્લાના આર્થિક વિકાસને ગતિ આપશે. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલના નદીસર ગામે સ્માર્ટ જીઆઈડીસી આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને સંપૂર્ણપણે ''ગ્લોબલ સ્ટાન્ડર્ડ'' (વૈશ્વિક સ્તર)ની બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 105 એકરમાં બનનારા આ પ્રોજેક્ટથી ચમહાલ જિલ્લાનો આર્થિક વિકાસ વધુ ઝડપી બનશે. નદીસર તેમજ આસપાસના 15 જેટલા ગામોના 5 હજાર જેટલા સ્થાનિક યુવાનોને ઘર આંગણે જ રોજગારીની નવી તકો ઉભી થશે. નવીન જીઆઇડીસીમાં તમામ એસ્ટેટ્સમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટની આધુનિક સિસ્ટમ ફરજિયાત હશે. જેથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ જળવાય. તેમજ આંતરિક રસ્તાઓ ફોર-લેન અથવા સિક્સ-લેન પહોળા હશે. જેમાં ભૂગર્ભ યુટિલિટી ડક્ટિંગ કરાશે. ઉદ્યોગસાહસિકોને ઓનલાઈન પોર્ટલ મારફતે તમામ મજૂરીઓ મળી જશે. દિલ્હી–મુંબઇ, રેલવે યાર્ડ ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટાડશે . શા માટે નદીસર જ શ્રેષ્ઠ પસંદગી? ફાર્મા અને કેમિકલ સેક્ટરની મંજૂરી કેમ ગેમ-ચેન્જર બનશે? સ્થાનિક અર્થતંત્ર અને સોશિયલ ઈમ્પેક્ટ
    Click here to Read More
    Previous Article
    કોલિયા કેનાલ પરના દબાણો સામે નરમ કેમ ?‎:લુણાવાડામાં કોલિયા કેનાલ પરના દબાણો યથાવત, તો ખેડૂતોની જમીન સંપાદન કેમ ?
    Next Article
    Microsoft To Cut Under 2.5% Of Workforce In Latest Layoffs: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment