Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:ડાયમંડ કિંગના નામે ચાલતો સાયબર ફ્રોડનો ખેલ!

    1 day ago

    કેવલ ઉમરેટિયા આજકાલ સોશિયલ મીડિયા (ખાસ કરીને ફેસબુક) પર ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાના કેટલાક વીડિયો ફરી રહ્યા છે. વીડિયોમાં ગોવિંદભાઇ મુઘલ જમાનાના જૂના સિક્કા કે નોટો ખરીદવાની તેમજ તેમની નવી કંપનીમાં મેમ્બરશિપ આપવાની વાતો કરી રહ્યા છે. જોકે આ કોઇ સામાન્ય વીડિયો નથી, લોકોના પરસેવાની કમાણી પડાવી લેવા માટે સાયબર ગઠિયાઓ દ્વારા રચાયેલો એક સુનિયોજિત ખેલ છે. આ પહેલાં પણ ઇલોન મસ્ક, મુકેશ અંબાણી, અનંત અંબાણી કે પછી સેબીના ડિરેક્ટરના ડીપફેક વીડિયો બનાવીને લોકો સાથે ફ્રોડ થયાં છે. જોકે, આ કિસ્સામાં ગઠિયાઓએ બહુ સસ્તો અને દેશી જુગાડ કર્યો છે. તેમણે ગોવિંદભાઈના એવા વીડિયો લીધા છે જેમાં તેઓ કંઇક બોલી રહ્યા છે. ત્યારબાદ તેનો મૂળ અવાજ મ્યૂટ કરી દીધો છે અને તેના પર હિન્દી ભાષામાં પોતાનો અવાજ ડબ કરી દીધો છે. ગુજરાતીઓ તો ગોવિંદભાઈના અવાજ અને તેમની બોલવાની કાઠિયાવાડી લઢણથી પરિચિત છે, પણ બહારનાં રાજ્યોનાં કે હિન્દી ભાષી લોકો તેમને પૂરેપૂરા ઓળખતા ન હોવાથી આસાનીથી છેતરાઈ જાય છે. જો તમે વીડિયો ધ્યાનથી જુઓ તો તરત ખબર પડી જાય કે હોઠનાં હલનચલન અને આવતા હિન્દી અવાજ વચ્ચે કોઈ મેળ જ નથી! અવાજ એકદમ વિચિત્ર અને અકુદરતી લાગે છે. વીડિયોમાં ગઠિયો ગોવિંદભાઈ બનીને હિન્દીમાં કંઇક આવું બોલે છે, વીડિયો-1: સિક્કા ખરીદવાની લાલચ અને ‘RBI ચાર્જ’ ‘નમસ્તે મિત્રો, હું રાજકોટથી ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું. અમે મુઘલ જમાનાનાં જૂના સિક્કા અને નોટો ખરીદીએ છીએ. તમારે ક્યાંય જવાની જરૂર નથી, અમે આખા ભારતમાં ગમે ત્યાં તમારા ઘરે આવીને સિક્કા ખરીદીશું. આ માટે તમારે માત્ર ₹1050નો ‘RBI ચાર્જ’ કે રજિસ્ટ્રેશન ફી આપવી પડશે. ત્યારબાદ કોઈ GST કે ટેક્સ નહીં લાગે. સીધો હું જ કૉલ ઉપાડું છું, મારો કોઈ આસિસ્ટન્ટ વાત નહીં કરે.’ (વીડિયોમાં ‘AWESOME SURAT’ નો લોગો અને 9991259430 નંબર દેખાય છે.) વીડિયો-2 : કૃષ્ણ ભગવાનના સમ, મારા પર વિશ્વાસ કરો ‘જય શ્રી કૃષ્ણ મિત્રો, મેં રાજકોટના નવા એરપોર્ટ પાસે નવી કંપની ખોલી છે. તમારી માત્ર ₹1550 રજિસ્ટ્રેશન ફી લાગશે. અગાઉ જે લોકો સાથે ફ્રોડ થયું છે અને સિક્કા વેચી નથી શક્યા, તેમના માટે જ મેં આ કંપની ખોલી છે. હું કૃષ્ણ ભગવાન અને ગૌમાતાના સમ ખાઈને કહું છું કે મારા પર વિશ્વાસ કરો, હું એક જ વારમાં સિક્કા ખરીદી લઈશ. સવજીભાઈ ધોળકિયા, આરપી સિંહ વગેરે ફ્રોડ છે, તેમના લાખો નંબરો ચાલે છે, તેમનાથી બચજો. તેઓ મીઠી વાતો કરીને પૈસા પડાવી લે છે. આ સ્ક્રીન પર મારો પર્સનલ નંબર છે અને હું ડાયરેક્ટ કૉલ ઉપાડીશ.’ (સ્ક્રીન પર @GOVINDDHOLAKIA_OFFICIAL અને નંબર 9394315701 દેખાય છે.) ઘણાં લોકોને થાય કે, ‘માત્ર 1550 રૂપિયાની જ વાત છે, ટ્રાય કરવામાં શું જાય?’ બસ, આ જ વિચાર તમને ડુબાડે છે! ગઠિયાઓ જાણીજોઈને નાની રકમ રાખે છે જેથી સામાન્ય માણસ વધારે વિચાર્યા વગર પેમેન્ટ કરી દે. વળી, રકમ નાની હોવાથી છેતરાયાં પછી કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરવાનું પણ ટાળે છે. જો 10 હજાર લોકોએ પણ લાલચમાં આવીને 1550 રૂપિયા આપી દીધા, તો દોઢ કરોડ રૂપિયા થાય! વીડિયોના કોમેન્ટ સેક્શનમાં જોશો તો ખ્યાલ આવશે કે આવા અનેક લોકો ઓલરેડી છેતરાઈ ચૂક્યા છે. આ માયાજાળથી કેવી રીતે બચવું? જરા પ્રેક્ટિકલ થઈને વિચારો, હજારો કરોડનું ટર્નઓવર ધરાવતા ડાયમંડ કિંગ પાસે એટલો સમય છે કે તે તમારા ઘરે જૂના સિક્કા કે મુઘલ જમાનાની નોટો લેવા આવે? જ્યારે પણ કોઈ મોટા માણસનો આવો લલચામણો વીડિયો જુઓ, ત્યારે સૌથી પહેલાં તેમના હોઠ અને અવાજનો મેળ ચેક કરો. RBI કે કોઈ અસલી કંપની ક્યારેય જૂના સિક્કા માટે ‘રજિસ્ટ્રેશન ફી’ માંગતી નથી. લાખોની લાલચ આપીને પહેલાં પૈસા માંગવામાં આવે તો સમજી જાવ કે દાળમાં કંઇક કાળું છે. વીડિયોમાં દેખાતા અજાણ્યા નંબરો પર ભૂલથી પણ કૉલ ન કરો. વળી, જે વ્યક્તિ બિઝનેસ ડીલમાં તમને ભરોસો અપાવવા ‘ગૌમાતા’ કે ‘ભગવાનના સમ’ ખાતો હોય, તેનાથી તરત ચેતી જવું. આવા વીડિયો દેખાય એટલે તેને આગળ શેર કરવાને બદલે તરત જ ‘Fraud’ અથવા ‘Scam’ તરીકે રિપોર્ટ કરો. સાયબર ગઠિયાઓ દરરોજ નવાં રૂપ અને નવાં નાટકો સાથે આવે છે. તેઓ તમારી શ્રદ્ધા, લાલચ અને અજ્ઞાનતાનો જ વેપાર કરે છે. એટલે સતર્ક રહો, અને તમારા ઘરના વડીલોને પણ આ છેતરપિંડી વિશે જાગૃત કરો.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું?
    Next Article
    આઠમી અજાયબી:પોસ્ટકાર્ડ : દોઢ સદી પહેલાંનું વોટ્સઅપ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment