Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું?

    1 day ago

    રાજ, મારી માતાને બારણે હીંચકો કે હીંચકા ખાતી રમું રે લોલ, રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું? રાજ, મારી સાસુને બારણે ખાંડણિયો કે ચોખા ખાંડતી રડું રે લોલ. રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું? રાજ, મારી બેનીના વાળ્યા ચોટલા કે પાંચ પાંચ ફૂલડાં મૂક્યાં રે લોલ. રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું? રાજ, મારી નણંદીના વાળ્યા ચોટલા કે પાંચ પાંચ વીંછી મૂક્યા રે લોલ. રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું? રાજ, મારી માતાએ શેક્યો શીરો કે ઘીની રેલમછેલમ રે લોલ. રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું? રાજ, મારી સાસુએ શેક્યો શીરો કે દિવેલની રેલમછેલમ રે લોલ. રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું? વહુવારુ સાસરિયામાં બહુ દુઃખી હોય તો પિયર ડગલે ને પગલે યાદ આવે. પિયર સાથે સાસરિયાની સતત સરખામણી કર્યા કરે અથવા અનાયાસે થઈ જાય. આજે તો સમય બદલાઈ ગયો છે એટલે બહુધા પરિવારોમાં પુત્રવધૂને પુત્રી જેવું માન-સન્માન મળી રહ્યું છે, જોકે ક્યાંક હજુ સૈકા જૂની ‘ત્રાસપ્રથા’ યથાવત્ હશે! ગુજરાતી મહિનાઓમાં જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો એટલે બાલિકાઓથી લઈને વૃદ્ધાઓનાં વ્રતના મહિના. કુમારિકાઓનાં મોળાં વ્રતથી લઈને યુવતીઓનું જયાપાર્વતી, ફૂલકાજળી, પરિણીતાઓનું એવરત-જીવરત, કેવડાત્રીજ, પ્રૌઢાઓ-વૃદ્ધાઓનું દિવાસો જેવાં વ્રતોમાં એકટાણું, ઉપવાસ, જાગરણ, પૂજન-અર્ચન કરવાનાં હોય છે. અગાઉ જાગરણ કરવું એટલે રાતભર રાસડા લેવા, રમતો રમવી અને એકબીજાની ઠઠ્ઠા-મશ્કરી કરવી! ‘રાજ, મારી માતાને બારણે હીંચકો...’ કાં તો કોઈ દુઃખિયારી વહુએ અથવા જાગરણની રાત્રે મજાકના હેતુથી માતા સાથે સાસુની સરખામણી કરવા ગાયેલું લોકગીત હોય એવું સમજાય છે. સ્ત્રી કહે છે કે મારી માતાના આંગણામાં હીંચકો છે ત્યાં હું કેવી રમતી! કેવા હીંચકા ખાતી! માનું ઘર કેમ ભૂલું? અહીં સાસુના ઘેર ખાંડણિયો છે, દરરોજ ધાન્ય ખાંડું, માને યાદ કરું ને રડું! પિયરમાં હતી તો મારી બહેન કેવો સરસ ચોટલો વાળી દેતી, એમાં ફૂલ મૂકી દેતી; અહીં નણંદ ચોટલો લઈને એમાં વીંછી મૂકે છે! અમને ભૂખ લાગતી તો માતા ઘીથી તરસબરસ (ત્રસત્રસતો) શીરો બનાવી દેતી, અહીં સાસુ શીરો બનાવે છે પણ દિવેલમાં લથબથ! ચોટલામાં વીંછી મૂકવો, દિવેલમાં શીરો બનાવવો- એ પ્રતીક છે. મૂળ વાત પિયર અને સાસરિયા વચ્ચેનો ફરક બતાવવાની છે. પિયરમાં દીકરી મોડી ઊઠે, કામ ઓછું કરે કે સાવ ન કરે, સખીઓ સાથે સમય વિતાવે- બધું ચાલ્યું જાય, પણ સાસરિયામાં એવું કેમ ચાલે? માતાનું ઘર અને સાસુનું ઘર વચ્ચે આટલો ફરક રહેવાનો એટલે વહુ સરખામણી કરવા લાગે છે. જાગરણની રાત્રે એકબાજુ નણંદો અને બીજીબાજુ ભોજાઈઓનાં જૂથ દ્વારા સામસામી વડછડ કરતાં લોકગીતો ગવાતાં, જેમાં નણંદો ભાભીઓનાં પિયર વિશે ઘસાતું ગાય ને ભાભીઓ પોતાનાં સાસરિયા પર કટાક્ષ કરતી, એમાંથી આવાં લોકગીતો આપણને મળ્યાં છે. આપણા ખજાનામાં આવાં અન્ય પણ લોકગીતો છે જેમાં માતા અને સાસુની તુલના થઈ હોય. એક બહુ જ જાણીતું લોકગીત છે— શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો, માતાજી રમવા દ્યો રે રંગ ડોલરિયો...
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:'ના વો કાગઝ રખતા હૈ, ના વો કિતાબ રખતા હૈ, ફિર ભી વો દુનિયા કા પૂરા હિસાબ રખતા હૈ'
    Next Article
    સાયબર સિક્યુરિટી:ડાયમંડ કિંગના નામે ચાલતો સાયબર ફ્રોડનો ખેલ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment