Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:પત્નીએ ગ્રીનકાર્ડ લેવું ના હોય તો?

    22 hours ago

    રમેશ રાવલ સવાલ : મારાં પેરેન્ટ્સની F-4 પિટિશનની રિસિપ્ટ ડેઈટ 3-8-2008ની છે, જેની નોટિસ ડેઈટ 12-1-2010ની છે. તેમાં મારી ઉંમર 21 વર્ષ ઉપરાંતની થઈ ગઈ છે. હાલમાં હું ઓગસ્ટ 2024થી અમેરિકામાં F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર રહું છું, તો શું કરવું?- રૂદ્ર પટેલ, અમેરિકા જવાબ : જ્યાં સુધી તમારી પિટિશનનો પાંચ કે છ સ્ટેપ્સનો વેલકમ લેટર આવે નહીં ત્યાં સુધી કશું જ કહી શકાય કે નહીં કે તમારા માટે એજીંગ આઉટની અપીલ ફાઈલ કરાય કે નહીં. હાલમાં તમારે તમારો સ્ટડી પૂરો કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. સવાલ : અમે બંને સ્પાઉસ વિઝા માટે વિઝિટર વિઝા ઉપર અમેરિકા જવા માંગીએ છીએ, પરંતુ ન્યૂઝપેપરમાં વાંચ્યા પ્રમાણે અમારે ફરજીયાત ઇન્કમટેક્સ IT Form 156 રજૂ કરવું જ પડે તો શું કરવું?- જીજ્ઞેશ વરસાની, અમદાવાદ જવાબ : તમારા સવાલમાં પૂરતી માહિતી નથી અને સ્પષ્ટતા નથી કે તમે બેમાંથી કયા વિઝા માંગો છો. જો વિઝિટર વિઝા લેવા હોય તો ભારતનું ઇન્કમટેક્સનું ફોર્મ ફરજીયાત નથી. પરંતુ સ્પાઉસ વિઝા લેવા હોય તો અમેરિકાના ઈન્કમટેક્સની આવક બતાવવી ફરજીયાત છે. સ્પાઉસ વિઝા પતિ કે પત્નીને જ મળે, બંનેને નહીં. વધુ માહિતી આપશો સ્પષ્ટપણે તો વધારે જાણકારી આપી શકાશે. સવાલ : અમારી F-4 ની પ્રાયોરિટી ડેઈટ 27-6-2007ની છે. તો હવે અમારે પ્રોસેસ માટે કયાં સ્ટેપ લેવા જોઈએ?- હેતલ મોદી, અમદાવાદ જવાબ : હવે તમારા ઉપર વેલકમ લેટર અર્થાત્ 6 સ્ટેપ્સ જેમાં જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ, ફી વગેરેની પૂર્તિ કરવાની રહેશે. તે પહેલાં પિટિશન એપ્રૂવ થયાનો લેટર આવ્યો હશે. તમે NVCમાંથી લેટર આવે તે સ્ટેપ્સ પૂરાં કરશો પછી જ ઈન્ટરવ્યૂનો લેટર આપશે. તે દરમ્યાન તમે ક્વોલિફાઈડ ડોક્યુમેન્ટ્સ માટે થયાનો લેટર આવશે, જેને D.Q. લેટર કહેવાય. સવાલ : અમારી F-4ની ફાઈલ નવેમ્બર 2006ની છે જેમાં મારી ઉંમર 25 વર્ષની છે અને ફાઈલમાં નામ પણ આવી ગયેલ છે અને P.C.C. (પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ) તો થઈ ગયેલ છે. મેડિકલ અને વિઝા લેટર બાકી છે તો મને 25 વર્ષની ઉંમરે વિઝા મળશે કે નહીં? - કાવ્યા ચૌધરી, ગાંધીનગર જવાબ : તમને ઇમિગ્રન્ટ વિઝા મળે કે નહીં તે કેટલાંક પેપર્સ જેવાં કે એપ્રૂવલ લેટર, પ્રાયોરિટી ડેઈટ, NVCનો લેટર વગેરે જોયાં પછી જ નક્કી થઈ શકે કે વિઝા મળશે કે નહીં. ઘણાંને 25 વર્ષ ઉપરાંત થયાં હોવા છતાં કેટલાક ડોક્યુમેન્ટ્સના આધારે અપીલ કરવાથી વિઝા મળ્યા છે તેથી તમે પેપર્સ તથા તમારો ફોન નંબર મોકલી આપ્યાં પછી જ વધુ અભિપ્રાય આપી શકાય. સવાલ : મારા પુત્ર પૂજને તમને ઈમેલ કર્યો છે. પૂજન અમેરિકા રહે છે. તેને તમારા માર્ગદર્શનની જરૂર છે. હું અમદાવાદમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું. હું તમને નમ્રતાપૂર્વક રિકવેસ્ટ કરું છું કે તેને તમે ગાઈડ કરજો. - ડોક્ટર આકાશ અગ્રવાલ, અમદાવાદ જવાબ : આપના પુત્રના ઈમેલનો જવાબ અગાઉ આપેલ છે. તેમ છતાં તેનો WhatsApp નંબર મોકલી આપવાથી હું તેને ફોન કરીને ડિટેઈલમાં પૂરેપૂરી સલાહ આપી શકીશ. સવાલ : હું તમને અગાઉ મારા ફેમિલી મેમ્બર્સના ઇમિગ્રેશન ઈશ્યૂઝ માટે મળી ગયો છું. મારે અમેરિકાના વિઝિટર વિઝા માટે મળવું છે, તો હું સુરતમાં રહેતો હોવાથી મને તમારું એડ્રેસ અને એપોઈન્ટમેન્ટનો સમય અને તારીખ મોકલી આપશો? - હેમંત પંડ્યા, સુરત જવાબ : મારી ઉંમર 92 વર્ષની થઈ ગઈ હોવાથી હવે હું ફક્ત આ કોલમ લખવા સિવાય અને વાચકોના પ્રશ્નોના જવાબ આપ્યા સિવાય રૂબરૂ મળતો નથી. તેથી તમારા વિઝિટર વિઝા માટે તમારી પૂરતી વિગતો જેવી કે આવક, મિલકત, તમારી જોબ તેમજ વિઝા ફોર્મ નંબર DS-160 ભરીને મને તમામ વિગતો મોકલી આપવાથી તમને પૂરેપૂરું ગાઇડન્સ આપી શકાશે. ફોન નંબર મોકલજો. સવાલ : અમારી IR-5ની પિટિશન મારી પુત્રીએ માર્ચ 2023માં ફાઇલ કરેલી તે મુંબઈ કોન્સ્યુલેટમાં ટ્રાન્સફર થઈને તેનો ઇન્ટરવ્યુ આવેલો છે. પરંતુ મારા પત્નીને અમેરિકા જવું નથી તો મારો સવાલ એ છે કે ઇન્ટરવ્યૂમાં મને ઓફિસર પૂછે છે કે તમે એકલા જ ગ્રીનકાર્ડ કેમ માંગો છો? તો મારે શું જવાબ આપવો? - દીપકભાઈ નાનજી, અમદાવાદ જવાબ : તમારાં પત્નીને અમેરિકા કાયમ માટે ગ્રીનકાર્ડ દ્વારા રહેવાની ઈચ્છા નથી અથવા તેમને ભારતની અંદર જ કાયમ માટે રહેવું છે તેમ કહી શકાય. તેથી તમે એકલા જ અમેરિકાનું ગ્રીનકાર્ડ લેવા માગો છો. અને બની શકે તો તમારા ફેમિલીના બીજા સભ્યો ભારતમાં રહે છે તેથી તમારાં પત્ની તેમની સાથે રહેવા માગે છે. આ અંગે તેમના દસ્તાવેજી પુરાવા દર્શાવી શકાશે. ઈન્ટરવ્યૂ વગેરેની પૂરી તૈયારી કરીને જ ઈન્ટરવ્યૂ આપજો. સવાલ : અમારી F-4ની 3-1-2008ની પિટિશનમાં મારી હાલમાં ઉંમર 20 વર્ષની છે, તો મને ગ્રીનકાર્ડ મળે?- આકાશ નાયક જવાબ : તમારી પિટિશનના ઇન્ટરવ્યૂની ડેઈટ આવે ત્યારે એપ્રૂવલ લેટર, બર્થ સર્ટિફિકેટ વગેરે તમામ પેપર્સ ઈમેલ કરી તમારો ફોન નંબર મોકલી આપો. પછી જ ચોક્કસપણે કહી શકાય.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:ફોર્બ્સ-દલપતરામની મૈત્રીની મહેક
    Next Article
    ડૉક્ટરની ડાયરી:'ના વો કાગઝ રખતા હૈ, ના વો કિતાબ રખતા હૈ, ફિર ભી વો દુનિયા કા પૂરા હિસાબ રખતા હૈ'

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment