Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસંગકથા:ફોર્બ્સ-દલપતરામની મૈત્રીની મહેક

    21 hours ago

    નટવર આહલપરા સુદામા-કૃષ્ણથી લઈને આજની વ્યક્તિની ખુશીઓનું રહસ્ય સારામાં સારા મિત્રોમાં રહેલું છે. અહીં શેરી મિત્રોની કે તાળી મિત્રની વાત નથી કરવી, પણ ઢાલ જેવા સાચા મિત્રોના પ્રસંગો યાદ કરવા છે. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સને યાદ કરીએ ત્યારે ધૂમકેતુની ટૂંકીવાર્તા ‘વિનિપાત’ અને કવિ દલપતરામનું ખંડકાવ્ય ‘મિત્ર પ્રતિ ઉક્તિ’ યાદ આવે જ. પ્રિયજન અને સ્વજન સમાન એલેકઝાન્ડર ફોર્બ્સ અમદાવાદમાં એ સમયે તત્કાલીન મદદનીશ ન્યાયમૂર્તિ હતા, પણ તેમની ભારતીય કલા અને સાહિત્ય પ્રીતિ અનેરી હતી. તેમના જ દાદા જેમ્સ ફોર્બ્સ પણ અદભુત કલાપ્રેમી હતા. જ્યારે સોમેશ્વર શાસ્ત્રીએ જેમ્સ ફોર્બ્સને પૂછ્યું હતું કે, ‘ડભોઈના હીરાધર શિલ્પીની શિલ્પકૃતિઓ આપને બહુ પસંદ છે? તેની જાળવણી કેવી રીતે કરશો?’ જેમ્સ ફોર્બ્સે કહ્યું હતું: ‘શાસ્ત્રીજી, મારો દેશ અત્યંત રમણીય છે. એના લીલાછમ ડુંગરાની હારમાળામાં મારું નાનું સરખું ગામ આવેલું છે. સ્ટાનમોરનો ડુંગર તો જાણે સ્વર્ગ જોઈ લો! શિલ્પી હીરાધરની કોતરણીના નમૂના જોઈ મારા દેશબાંધવો આશ્ચર્ય પામશે.’ આમ, ફોર્બ્સ પરિવાર પેઢીઓથી સાહિત્યકલા અને સંશોધન પ્રત્યે ઊંડો રસ ધરાવતો હતો. કવિ દલપતરામને એલેકઝાન્ડર ફોર્બ્સ તરફથી પ્રેરણા, પ્રોત્સાહન, પ્રેમ અને મૈત્રી સાંપડ્યાં હતાં. ખરેખર પૈસા અને સફળતા કરતાં સંબંધો વધુ મહત્ત્વના હોય છે. ફોર્બ્સ સાહેબ મિત્રોને વારંવાર કહેતા, ‘મિત્રતામાં જો દ્વેષ, ઈર્ષ્યા, સ્વાર્થ, વહેમ, શંકા, અહમ અને રાજકારણ આવે તો મિત્રતા ટકતી નથી ને મિત્રતાનું મરણ થાય છે. સ્વમાન ન જાળવે તેવા લોકોને છોડી દો. હું વિદેશી અધિકારી પછીથી છું, પહેલાં તો કવિ દલપતરામનો મિત્ર છું. તેમના લીધે જ હું મારી માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવી શક્યો છું.’ આપણા સંબંધોથી આપણે કેટલા સુખી અને ખુશ છીએ, તે આપણા અન્ય લોકો સાથેના અને ખાસ કરીને મિત્રો સાથેના સંબંધો પરથી જણાઈ આવે છે. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના ભ્રાતૃભાવ, સત્યનિષ્ઠા અને સ્નેહ-સદભાવ જેવા ગુણો એ સમયના મિત્રોનાં મગજને વધુ સતેજ બનાવતા હતા. આજે પણ લોકો પોતાની મિત્રતાને સમૃદ્ધ બનાવી શકે છે, જેથી આરોગ્ય સારું રહે છે, કારકિર્દીમાં સફળતા મળે છે. એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, 50 વર્ષની વયે વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલના પ્રમાણ કરતાં તેની ગાઢ મિત્રતા વધારે મહત્ત્વની છે. જેમની પાસે સાચા મિત્રો હોય છે, તેઓ 80 વર્ષની વયે પણ તંદુરસ્ત અને ખુશહાલ જીવન જીવે છે. ફોર્બ્સ સાહેબ અને દલપતરામની મૈત્રીના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને એક સુંદર સુભાષિત યાદ આવે છે: એકલ પાંખ ઉડાય ના, એકલ નહીં હસાય, એકલ રવિ નભ સંચરે, એની ભડકે સળગે કાય! આજે સમય એવો આવ્યો છે કે ઘણીવાર સગાં એ વહાલાં નથી હોતા, પણ નિખાલસ મિત્રો જ જિંદગીની સાચી ‘એફડી’ સાબિત થાય છે. અહીં સોક્રેટીસનું કથન પણ યાદ આવે કે ‘તમારો આત્મા સાથ આપતો હોય ત્યારે કોઈનાથી ન ડરતા.’ ફોર્બ્સ સાહેબે પણ મિત્રતાની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘કામચોર, લાલચું, મનથી નબળા, ચમત્કારોમાં માનતા અને શોર્ટકટ અપનાવતા નકારાત્મક લોકોને ક્યારેય મિત્ર ન બનાવવા.’ આ જ સાચી મિત્રતાની ઓળખ છે.
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:સુંદરવનના વાઘ ચિત્તાગોંગના પહાડો ગજવશે!
    Next Article
    ઈમિગ્રેશન:પત્નીએ ગ્રીનકાર્ડ લેવું ના હોય તો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment