Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:સુંદરવનના વાઘ ચિત્તાગોંગના પહાડો ગજવશે!

    20 hours ago

    ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે આજે વિશ્વભરની જીવસૃષ્ટિ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, અને તેનું સૌથી જીવંત ઉદાહરણ ભારત અને બાંગ્લાદેશની સરહદે આવેલું વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ ‘સુંદરવન’ છે. દરિયાઈ સપાટીમાં થઈ રહેલો વધારો, વારંવાર આવતા ચક્રવાત અને વધતી ખારાશના કારણે સુંદરવનના વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં, બાંગ્લાદેશ સરકાર પોતાના રાષ્ટ્રીય પ્રાણીને બચાવવા પૂર્વીય સરહદે આવેલા પહાડી વિસ્તાર ‘ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ’ તરફ નજર દોડાવી રહી છે. 2024ની વસ્તી ગણતરી મુજબ બાંગ્લાદેશમાં હાલમાં 125 વાઘ છે, અને આ તમામ વાઘ માત્ર સુંદરવનના મેન્ગ્રોવ વિસ્તારમાં જ સીમિત છે. બાંગ્લાદેશ વન વિભાગે વર્ષ 2035 સુધીમાં વાઘની વસ્તી વધારીને 160થી 200 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું માત્ર સુંદરવનના ભરોસે આ વસ્તી ટકી શકશે? ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ: નવી આશા કે નવો પડકાર? ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સમાં આવેલું ‘કાસાલોંગ’ રિઝર્વ ફોરેસ્ટ વાઘના પુનર્વસન માટે ઉત્તમ અને વ્યવહારુ વિકલ્પ બની શકે તેમ છે. આ આખો વિસ્તાર પહાડી, ગાઢ અને માનવ દખલગીરીથી ઘણો દૂર છે. રસપ્રદ વાત એ છે કે આ વિસ્તાર ભારતની પૂર્વોત્તર સરહદ અને મિઝોરમના દામ્પા ટાઈગર રિઝર્વ સાથે જોડાયેલો છે, જેથી ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વાઘની અવરજવર માટે એક કુદરતી ‘કોરિડોર’ પણ બની શકે છે. અહીં રીંછ, ચિત્તા, સાબર જેવાં પ્રાણીઓ જોવા મળ્યાં છે, જે દર્શાવે છે કે અહીં વાઘ માટે પૂરતો શિકાર ઉપલબ્ધ થઈ શકે છે. વન્યજીવોનું ટ્રાન્સલોકેશન ખર્ચાળ, જટિલ અને જોખમી ભારતના જાણીતા વાઘ નિષ્ણાત ઉલ્લાસ કારંથના મતે, વન્યજીવોનું ટ્રાન્સલોકેશન (જેમાં પ્રાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવાનું હોય છે) એ અત્યંત ખર્ચાળ, જટિલ અને જોખમી પ્રક્રિયા છે. ચિત્તાગોંગના આદિવાસી વિસ્તારોમાં શિકાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મોટો પડકાર છે. વાઘને ત્યાં છોડતાં પહેલાં સ્થાનિક સમુદાયો સાથે પરામર્શ કરવો અને આશરે 100 ચોરસ કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરવો અનિવાર્ય છે. સુંદરવન: પ્રકૃતિની અદભુત વિરાસત ભારત અને બાંગ્લાદેશની સરહદે ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના નદીઓના સંગમથી બનેલું સુંદરવન આશરે 10,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ અને મુખત્રિકોણ પ્રદેશ છે, જેનો આશરે 40 ટકા ભાગ ભારતમાં અને 60 ટકા ભાગ બાંગ્લાદેશમાં આવેલો છે. અહીં વિપુલ પ્રમાણમાં જોવા મળતાં વિશિષ્ટ ‘સુંદરી’ વૃક્ષોનાં નામ પરથી ઓળખાતો આ વિસ્તાર નદીઓ, અખાતો અને નાના-મોટા ટાપુઓની એક જટિલ જાળ ધરાવે છે. સુંદરવન વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ‘રોયલ બંગાળ ટાઈગર’નું વિશ્વનું એકમાત્ર મેન્ગ્રોવ નિવાસસ્થાન છે, જે તેને વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ અનન્ય બનાવે છે. આ ઉપરાંત અહીં ખારા પાણીના મગર, ચિત્તલ હરણ, અજગર અને અસંખ્ય દુર્લભ પક્ષીઓ વસે છે, જે પ્રકૃતિની અજોડ જૈવ-வવિવિધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સુંદરવન બંને દેશો માટે એક કુદરતી રક્ષણાત્મક દીવાલ સમાન છે, કારણ કે બંગાળની ખાડીમાં ઉદભવતાં વિનાશક ચક્રવાત, દરિયાઈ તોફાનો અને તીવ્ર મોજાંઓની ગતિને આ ગાઢ મેન્ગ્રોવ જંગલો પોતાની અંદર શોષી લે છે, જેના કારણે દરિયાકાંઠાના કરોડો લોકોના જાનમાલનું રક્ષણ થાય છે. લાખો સ્થાનિક પરિવારો માટે માછીમારી, કરચલા પકડવા અને જંગલી મધ એકઠું કરવા જેવા વ્યવસાયો દ્વારા આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પૂરો પાડે છે, જેથી ભારતે તેને ‘બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કરીને વિશેષ દરજ્જો આપ્યો છે. યુનેસ્કો દ્વારા તેના ભારતીય ભાગને 1987માં અને બાંગ્લાદેશના ભાગને 1997માં ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વૈશ્વિક પર્યાવરણ અને જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણ માટે આ સમગ્ર પ્રદેશને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ‘રામસર સાઇટ’નો દરજ્જો પણ મળેલો છે. અહીંનું ઇકો ટુરિઝમ વિશ્વ પ્રખ્યાત છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:જિંદગીમાં ‘પ્લાન-બી’ રાખવો કે નહીં?
    Next Article
    પ્રસંગકથા:ફોર્બ્સ-દલપતરામની મૈત્રીની મહેક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment