Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:આ છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ

    1 day ago

    હનીમૂન માટે આવેલાં સારિકા અને શાશ્વત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં. સારિકા કહે, ‘સામસામેના બે પ્રદેશો એકબીજાથી કેટલા વિખૂટા હતા, અને આ બ્રિજ બનવાથી એક થઈ ગયાં.’ શાશ્વતનું ધ્યાન હિમાલયની ચોટીઓ ઉપર હતું. ‘શું વિચારે છે?’ સારિકાએ પૂછ્યું તો કહે, ‘હા, બ્રિજ બે જીવનને જોડે છે. જીવન આગળ નીકળી જાય છે અને બ્રિજ ત્યાં જ રહી જાય છે.’ સારિકાને મૂંઝાતી જોઈ શાશ્વત કહે, ‘મને એવરેસ્ટની યાદ આવી.’ એ સમયે એવરેસ્ટ શિખર સર કરવું તે શાશ્વતનું સપનું હતું. દૃઢતાથી તૈયારી કરી હોવા છતાં પહેલા પ્રયત્ને બેઝ કેમ્પ સુધી જ જઈ શક્યો. તેણે હાર ન માની. બીજા વર્ષે વધુ તૈયારી કરી, પણ નિષ્ફળતા લઈ પરત ફર્યો. છતાં, એવરેસ્ટ સર કરવાનું ઝનૂન ઘટ્યું નહીં. એમ કરતાં પાંચ વર્ષ નીકળી ગયાં. સારિકા અને શાશ્વત પ્રેમ કરતાં હતાં, પણ એવરેસ્ટ નહીં તો લગ્ન નહીં એવી શાશ્વતની જીદને કારણે તેમનાં લગ્ન પાછાં ઠેલાતાં હતાં. એ વર્ષે સારિકાના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે આ વર્ષે એવરેસ્ટ સર ન થયું તો સારિકાનાં લગ્ન બીજે કરાવી દેશે. એ વર્ષનું ચઢાણ ‘કરો યા મરો’ સાથે કરવાનું હતું. જીદ રંગ લાવી રહી હતી. તે શિખરથી હવે થોડો જ દૂર હતો કે તેને શ્વાસ ચઢવા લાગ્યો, માથું ચકરાવા લાગ્યું, મોત દેખાઈ રહ્યું હતું. ઉપર જવું કે નીચે? ‘હાથ પકડ...’ એમ કહી એક બીજા પર્વતારોહકે હાથ લંબાવ્યો. તેનું નામ હતું અભિમન્યુ. આગળની ખાઈ ઉપર ક્રેવાસ લેડર પાથરી બ્રિજ બનાવ્યો અને તેને પકડીને ખાઈ પાર કરાવી. અભિમન્યુના સાથમાં તેણે આખરે એવરેસ્ટ સર કર્યું. વર્તમાનમાં આવી જતાં શાશ્વત બોલ્યો, ‘અભિમન્યુ જેવો બ્રિજ મળ્યો તો આપણે જોડાઈ શક્યાં. અફસોસ, હવે આપણે જાણતાં પણ નથી કે એ ક્યાં છે!’ આપણા જીવનપ્રવાસમાં પણ બે વ્યક્તિને, સમયના બે પ્રવાહને, બે સંબંધોને જોડવા કોઈ બ્રિજ બનીને આવ્યું હશે. આપણે તો આગળ નીકળી ગયાં, પણ એવો બ્રિજ યાદ છે?
    Click here to Read More
    Previous Article
    મેનેજમેન્ટની ABCD:ક્રિએટિવિટીનો કરિશ્મા
    Next Article
    આજ-કાલ:જેમ્સ હેરિસન : 24 લાખ બાળકોનો તારણહાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment