Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:કેટલાકને સુખ નહીં વહેંચવાનું દુઃખ હોય છે

    1 day ago

    ‘ડૉક્ટર, હું અને હર્ષ છેલ્લાં પાંત્રીસ વર્ષથી પરણેલાં છીએ. અમારાં જીવનમાં આમ તો બધું બરાબર ચાલે છે, છતાં અમારાં બંને વચ્ચે કોઈક અજાણ્યું અંતર અનુભવાય છે. બંને જણા પચાસ વર્ષ પસાર કરી ગયાં એટલે કદાચ એવું હશે? ખબર નહીં પણ મજા નથી આવતી. બાળકો એમની લાઈફમાં બિઝી થઈ ગયાં છે. ઇનફેક્ટ, હવે તો દીકરાને ઘરે પણ બાળક આવશે. એ તો બીજા શહેરમાં રહે છે એટલે ક્યારેક આવે ને પાછો પણ જતો રહે. ઘરમાં નોકર-ચાકર છે એટલે આમ કોઈ બીજું કામ નથી હોતું. હું સોશિયલી બિઝી રહેવાનો પ્રયત્ન કરું છું. ફ્રેન્ડ્ઝ છે પણ છતાંય પોતાના માણસ જોડે જે વાત કરવાનો આનંદ આવે એ જુદો જ હોય.’ ‘અમારાં લવ-મેરેજ નથી પણ બે વચ્ચે ઠીક-ઠીક પ્રેમનું વાતાવરણ રહેલું છે. મારી બધી મટીરિયાલિસ્ટિક જરૂરિયાતો હર્ષ પૂરી કરે છે, તબિયતનું ધ્યાન રાખે છે. મારી ગાડી અને ડ્રાઈવર પણ જુદાં છે. જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે; પણ સાચું કહું તો એકલાં એકલાં જવાની મજા જ નથી આવતી. હર્ષ જોડે હોય તો વાત જ જુદી છે. મારે અને હર્ષને કાઉન્સેલિંગમાં એ જાણવું છે કે આવું કેમ થતું હશે. શું અમારે ક્યાંક બદલાવાની જરૂર છે?’ મેઘાબહેને પૂછ્યું. બે પરિણિત લોકોનાં જીવનમાં સમયાંતરે ઘણા ફેરફારો થતા હોય છે. શરૂઆતનાં શારીરિક આકર્ષણ બાદ ઇમોશનલ લેવલે પરસ્પર ઊભી થતી પ્રગાઢતા અને અવલંબન સંબંધને મજબૂત રાખે છે. જો બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ મજબૂત હોય તો સામાજિક જવાબદારીઓ એમને વધુ નજીક લાવે છે, નહીંતર પરસ્પર આક્ષેપો અને અહંકાર બે વચ્ચેના અંતરને વધારે છે. એમાંય મોટેભાગે તો એવું જ બનતું હોય છે કે કેટલાક સામાજિક સંઘર્ષો કોઈક ત્રીજી જ વ્યક્તિને લઈને થતા હોય છે. સરવાળે બે માણસ વધુ દૂર થતા જાય છે. ‘જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ બે વ્યક્તિ વચ્ચે જો વિધાયક લાગણીઓ વધુ શેર થતી હોય તો જીવનના સ્ટ્રેસમાં રાહત થવાની શક્યતા પણ વધી જાય છે. કેનેડા અને જર્મનીમાં થયેલા આ અભ્યાસમાં 56થી 89 વર્ષ વચ્ચેની ઉંમરના કુલ 642 જેટલા લોકોનો ડેટા લેવામાં આવ્યો હતો. જેમ જેમ પ્રેમાળ દંપતીઓ કે મનગમતો પાર્ટનર વધુ લાંબો સમય સાથે રહે, તેમ તેમ પોઝિટિવ ઇમોશન્સ અને શારીરિક સ્વાસ્થ્ય મજબૂત બનતાં જાય છે. એમનાં શરીરમાં દિવસ દરમિયાન ‘કોર્ટિસોલ’ સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ પણ ઘટતું જાય છે, જેના લીધે સમગ્રતયા તણાવ ઘટે છે-પછી ભલે ગમે તે ઉંમર હોય કે સંબંધમાં સંતોષ ઓછો-વધારે હોય! મૂળ મુદ્દો અહીં પોતાની આનંદમય કે મનગમતી લાગણીઓને વહેંચવાનો છે. આ વહેંચણીના આપણે ધારીએ એના કરતાં વધુ ફાયદા છે. ઘણીવાર બે વ્યક્તિ અરસ-પરસ સંવાદના અભાવે કે ઇગોને લઈને વાત કરવાનું ટાળે છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે, એ માત્ર મનની ‘વાતો’ નથી હોતી પણ માનસિક ‘વાતાવરણ’ વહેંચવાની પ્રક્રિયા હોય છે. વાસ્તવમાં આ વહેંચણી જ માનવ સંબંધને સાર્થક બનાવે છે. પશ્ચિમના, વધુ પડતી વ્યક્તિવાદી વિચારધારાને મહત્ત્વ આપતા દેશોમાં આ બાબત ખૂબ અગત્યની થઈ પડે છે. અલબત્ત, હવે તો ભારતમાં પણ સોશિયલ મીડિયાના વ્યક્તિલક્ષી જમાનામાં રૂબરૂ સંવાદ ઘટતો ગયો છે, એટલે સુખ અને દુઃખ બંને પ્રત્યક્ષ રીતે વહેંચવાનો વૈભવ ઘટતો જાય છે. ઘણીવાર એવું પણ બને કે પોતાના વ્યક્તિ સાથે કંઈક મનદુઃખ થયું હોય તો ઇમોશનલી સાવ જ ‘બંધ’ થઈ જવાય; પણ આવી માનસિક કિલ્લેબંધી છેવટે વ્યક્તિને ગૂંગળાવી નાંખે છે. નોંધપાત્ર દુઃખ અને સુખ સિવાય પણ સામાન્ય રોજિંદી ઘટનાઓ, વિચારો કે લાગણીઓને અભિવ્યક્ત કરવાની આદત કેળવવા જેવી છે. એનાથી પડેલી ટેવને લીધે અવશ્યપણે મનોવૈજ્ઞાનિક ફાયદા થાય છે, શરત એટલી જ કે સામેની વ્યક્તિ આત્મીય અને નિકટવર્તી હોય! આવી વ્યક્તિ જીવનમાં હોવી એ એક આશીર્વાદ છે. વિનિંગ સ્ટ્રોક કેટલાક લોકો માટે શરીર વહેંચવું સહેલું હોય છે, મન વહેંચવા કરતાં!
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:પોસ્ટકાર્ડ : દોઢ સદી પહેલાંનું વોટ્સઅપ
    Next Article
    રિફ્લેક્શન:ડોલરની ચમક પાછળનું અંધારું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment