Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેરમેનની નિમણૂક કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું‎:જિલ્લા પંચાયત કમિટીના ચેરમેનની નિમણૂકમાં નિયમોનો ઉલાળિયો

    14 घंटे पहले

    પોરબંદરના જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂકના 30 દિવસમાં વિવિધ કમીટીના ચેરમેન નિમણૂક કરવાની ફરજીયાત હોય છે પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂક થયાના 30 દિવસ બાદ પણ વિવિધ કમીટીના ચેરમેનની નિમણૂક ન કરવામા સત્તાધીસ પાર્ટી નિષ્ફળ રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય પગલાં લેશે કે કેમ તેવી પણ ચર્ચા જાગી છે. જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાયાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક ન થતાં વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થયા છે.પંચાયતના નિયમો અનુસાર, પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખની સત્તાવાર નિમણૂક થયા બાદ આગામી 30 દિવસની અંદર તમામ વિવિધ કમિટીના ચેરમેનની નિમણૂક કરવી ફરજિયાત છે. જો કે, આ કિસ્સામાં સમયમર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં હજુ સુધી સત્તાધીશો દ્વારા ચેરમેનોના નામ જાહેર કરાયા નથી.સમિતિઓના ચેરમેનની નિમણૂક ન થવાના કારણે પંચાયતના મહત્વના નિર્ણયો અને વિકાસલક્ષી કામગીરી ખોરવાઈ ગઈ છે. 23 મેના રોજ યોજાઈ હતી પ્રથમ સામાન્ય સભા ગત 23 મેના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક કરવા માટે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ 22 જૂન સુધીમાં બધી સમિતિઓ કાર્યરત થઈ જવી જોઈતી હતી, પરંતુ રાજકીય ખેંચતાણ કે વહીવટી ઉદાસીનતાને કારણે આ પ્રક્રિયા લટકતી પડી છે.
    Click here to Read More
    Previous Article
    30 દિવસની સમયમર્યાદા વીતી ગઈ‎:ઓર્ગેનિક ચીજવસ્તુઓની ખરીદી માટે અમૃત આહાર મોલ કેન્દ્ર બન્યું
    Next Article
    વ્યાજખોરનો આતંક:કુતિયાણામાં વ્યાજખોરનો આતંક : પોલીસે 2 શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment