Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહી:ઇન્ચાર્જ કુલપતિ તરીકે સિનિયર પ્રોફેસર જગદીશ જોશીને ચાર્જ સોંપાયો, નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ

    3 दिन पहले

    રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ટર્મ આજે 30 જૂનના પૂરી થઈ ગઈ છે, ત્યારે નવા કુલપતિ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ નવા કાયમી કુલપતિ ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક 1 જુલાઈ 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નીરજા ગુપ્તાએ કમાન સંભાળી હતી. નીરજા ગુપ્તાની કુલપતિ તરીકેની ટર્મ 30 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. જેથી ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળશે. જે માટે સર્ચ કમિટી દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવી છે. જોકે કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તાથી સરકાર અને સંઘ નારાજ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી કુલપતિના હોદ્દા માટે સંઘમાં પ્રભુત્વ ધરાવતા વ્યક્તિનો દબદબો રહ્યો છે. જોકે, ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેના નામની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ 30 જૂનના રોજ ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. જગદીશ જોશી એચ.આર.ડી.સી ડિપાર્ટમેન્ટના સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમજ સંઘ સાથે પણ જોડાયેલા હોવાથી તેમની ઇન્ચાર્જ કુલપતિ પસંદગી કરવામાં આવી છે. નીરજા ગુપ્તાએ પણ કુલપતિ માટેની બીજી ટર્મના પ્રયત્ન કર્યા હતા, પરંતુ સરકાર અને સંઘ બંને તેમનાથી નારાજ હોવાથી તેમને રીપીટ કરવામાં આવ્યા નહીં. ગુજરાત યુનિવર્સિટીની કમાન સંઘ પાસે જ રહી ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંઘ સાથે જોડાયેલા વ્યક્તિની જ કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવે છે. સંઘ જે નામ સરકારને સોંપે તે નામ પર જ સરકાર મ્હોર મારે છે, ત્યારે અત્યારે સંઘ દ્વારા જગદીશ જોશીનું નામ આપવામાં આવતા તેમની ઈનચાર્જ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સપ્તાહભરની અનોખી ઉજવણી:રક્તદાન, CPR તાલીમ અને સાહિત્યિક કાર્યક્રમો સાથે ડૉક્ટર્સ ડેની ઉજવણી
    Next Article
    શ્રમ વિભાગમાં 30 અધિકારીઓને ઇન-સિટુ બઢતી:ગુજરાત સરકારે ક્લાસ-2ના શ્રમ અધિકારીઓને મદદનીશ શ્રમ આયુક્ત અને ક્લાસ-1ના અધિકારીઓને ઉચ્ચ પગાર ધોરણ સાથે પ્રમોશન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment